પુજારા પહેલા સચિન, લક્ષમણ અને દ્રવિડ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે
ચેતેશ્વર પુજારાની ઓસ્ટ્રેલિયા સામે એવરેજ 50 પ્લસની છે
Updated: Mar 11th, 2023
Image : twitter |
અમદાવાદ, 11 માર્ચ 2023, શનિવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ટેસ્ટમાં પૂજારાએ ટીમ ઈન્ડિયાના પ્રથમ ઈનિંગમાં 9 રન બનાવતાની સાથે જ ઓસ્ટ્રેલિયા સામે બે હજાર ટેસ્ટ રન પૂરા કર્યા હતા. તે આવું કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ચેતેશ્વર પૂજારાએ 24 મેચની 43 ઇનિંગ્સ આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા સામે 5 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે તેની બેટિંગ એવરેજ પણ 50 પ્લસની રહી છે.
Milestone Alert 🚨@cheteshwar1 completes 2⃣0⃣0⃣0⃣ Test runs against Australia 👏👏
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/c0YZL3j0yj
— BCCI (@BCCI) March 11, 2023
ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન કરનાર ભારતીય
સચિન તેંડુલકરએ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. સચિને 39 મેચની 74 ઇનિંગ્સમાં 3630 રન બનાવ્યા છે. સચિન બાદ VVS લક્ષ્મણે 29 ટેસ્ટની 54 ઇનિંગ્સમાં 2434 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડનું નામ આવે છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે 32 ટેસ્ટ મેચની 60 ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા છે. અહીં ખાસ વાત એ છે કે સચિન 42, લક્ષ્મણ 41 અને પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે 43 ઇનિંગ્સમાં 2000 રનનો આંકડો પાર કર્યો હતો. રાહુલ દ્રવિડને આ આંકડા સુધી પહોંચવામાં 53 ઇનિંગ્સ લાગી હતી.