Updated: Mar 11th, 2023
– મૃતદેહ પાસેથી રિવોલ્વર પણ મળી આવીઃ મોતને લઈ રહસ્ય અકબંધ
બગોદરા : ધોળકા બગોદરા હાઈવે પાસેથી ઉત્તર પ્રદેશના વતનીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પાસે રિવોલ્વોર પડેલી પોલીસને મળતા તેની હત્યા થઈ છે કે આત્મ હત્યા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા શહરેમાં આવેલા ધોળકા બગોદરા હાઇવે પર આવેલી કેલાપીર દરગાહ પાસેથી એક મૃતદેહ મોડી સાંજે મળી આવ્યો હતો.
મૃતદેહ પાસેથી રિવોલ્વર પણ પડેલી મળી આવી હતી. બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર જઈ મૃતદેહનો કબજો લઇ તપાસ કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ બાવળા ખાતે રાહતો પવનકુમાર રામસ્વરૂપભાઈ લોધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પવનકુમારે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે દિશામાં પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે.