Updated: Mar 12th, 2023
ભેજાબાજે અન્યના નામે પણ લોન લઈ લીધી હતી, કુલ 94 લાખની છેતરપિંડી
વડોદરા, તા. 12 માર્ચ 2023 રવિવાર
અકોટાની ચેતન સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાહ ફેક્ટરી ચલાવતા હતા. તેઓની તબિયત નાદુરસ્ત રહેતા 28 12 2013 ના રોજ તેમણે મલય કારવારી થકી જીવન તરંગ વીમા પોલિસી 70 લાખ રૂપિયાની લીધી હતી. જેનું માસિક પ્રીમિયમ 67,121 રૂપિયા હતું જીતેન્દ્રભાઈ ના પત્ની ઇલાબેને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 12 9 2022 થી તારીખ 21 10 2022 સુધી અમારે પરદેશ જવાનું હોવાથી એમને અમને જણાવ્યું હતું કે બે-ત્રણ મહિના ના વીમા પ્રીમિયમ ની રકમ બાકી છે તો તે ઓક્ટોબર મહિનામાં ભરવી પડશે જેથી તેનો ચેક લેવા માટે મલય કારભરીએ તેના માણસ હર્ષ પટેલને મોકલ્યો હતો.
હર્ષ પટેલે વેરિફિકેશનના બહાને અસલ પોલિસી અને આધારકાર્ડ, પાનકાર્ડ લઈએ થોડીવારમાં અસલ પોલિસીના બદલે કલર ઝેરોક્ષ આપી ગયો હતો પરંતુ તે સમયે અમને તે બાબતની જાણ થઈ નહતી પરંતુ અમે વિદેશમાં હતા તે સમયે મેસેજ આવ્યો હતો કે તમારી પોલિસીનું વીમા પ્રીમિયમ જમા થયેલ નથી જેથી અમે એજન્ટને ફોન કરીને જાણ કરી હતી.
મલય કારભરીએ કહ્યું હતું કે તમે ભારત પરત આવો ત્યારે આપણે જોઈ લઈશું અમે ભારત આવીને તપાસ કરી તો જાણ થઈ હતી કે અમારી પોલીસી પર 60 લાખની લોન લેવામાં આવી છે અને તે લોન બેંગકોક મહારાષ્ટ્રની હરીનગર શાખામાં જમા થઈ છે જે બેંકમાં અમારુ કોઈ એકાઉન્ટ જ નથી ત્યારબાદ ચર્ચાથી અમને જાણવા મળેલ કે નિલેશ મણિલાલ શાહ ની દીકરી ઋત્વી નિલેશ શાહ જે છેલ્લા ચાર વર્ષથી તેમની સાથે રહે છે તેના નામે પણ હરીનગર શાખાનું એકાઉન્ટ ખૂલી ગયું હતું અને તેની વીમા પોલિસી પર પણ લોન લેવામાં આવી હતી.
ભેજાબાજ હર્ષ પટેલ અમારી પોલીસી પર 34 લાખ ઉપરાંતની લોન લઈ લીધી હતી તેમજ અન્ય પોલીસીઓ બારોબાર વીડ્રો કરી લેવામાં આવી હતી. હર્ષ પટેલે તેના મળતીયાઓ મારફતે કુલ 94.11 લાખની છેતરપિંડી કરી છે.