Updated: Mar 12th, 2023
જામનગર, તા. 12 માર્ચ 2023 રવિવાર
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર બાંગા બેરાજા ગામના પાટીયા પાસે બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈકના ચાલક રામપર ગામનું વૃદ્ધ દંપત્તિ ઘાયલ થયું છે, અને તેઓને સારવાર અપાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે કાલાવડ તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણછોડભાઈ લક્ષ્મણભાઈ અજુડીયા નામના ૬૮ વર્ષના વૃદ્ધ ખેડૂત ગઈકાલે પોતાના પત્નીને બાઈકમાં પાછળ બેસાડીને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન બાંગા બેરાજા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ વેગે આવી રહેલા એક અજાણ્યા બાઇકના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં રણછોડભાઈ અને તેમના પત્ની ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.