સીમ બોક્સ ટેકનોલોજીથી ધમકી આપી હતી
મધ્યપ્રદેશના રેવા ખાતેથી શીખ ફોર જસ્ટિસ નામે ચાલતા ગુ્રપની વિગતો પણ ક્રાઇમબ્રાંચને મળી
Updated: Mar 12th, 2023
અમદાવાદ,રવિવાર
મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમ
ખાતે ચાલી રહેલી ભારત- ઓસ્ટ્રેલિયાની મેચમાં ધમકી ભર્યો મેસેજ આપનાર ખાલીસ્તાન ગુ્રપના
બે વ્યક્તિઓને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા મધ્યપ્રદેશના રેવા ખાતેથી ઝડપી લેવાયા હતા. સોમવાર સુધીમાં બંને અમદાવાદ ખાતે લાવ્યા બાદ વધુ
પુછપરછ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં
ખાલીસ્તાન ગુ્રપના માણસોએ સીમ બોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધમકી ભરેલો મેસેજ
મોકલ્યો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની મેચમાં અડચણ
ઉભી કરવાનો ધમકી ભર્યો મેસેજ વાયરલ થયો હતો. જે સંભવિત ખાલીસ્તાન ગુ્રપ દ્વારા મોકલાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી
હતી. જેના આધારે તપાસ કરવામાં આવતા આ કેસના તાર મધ્યપ્રદેશ સુધી ફેલાયેલા હતા. જેથી
મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.
જેમાં શીખ ફોર જસ્ટિસ ના નામે પ્રો-ખાલીસ્તાન ગુ્રપના બે શંકાસ્પદ લોકોને મધ્યપ્રદેશના
રેવાથી ઝડપી લેવાયા હતા. તેમણે પોલીસને ગેરમાર્ગે
દોરવા માટે પાકિસ્તાનના નામે બનાવટી ટ્વીટર હેન્ડલ પણ બનાવ્યા હતા. આ સાથે ક્રાઇમબ્રાંચે
ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં પણ તપાસ
શરૃ કરી છે.