By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
જાવરીમલ બિશ્નોઇને ઇન્ટ્રોગેટ કરનાર સીબીઆઇની ટીમની તપાસ કરાશે
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
અમેરિકાના મિસિસિપ્પીમાં વિનાશક વાવાઝોડુ, 160 કિ.મીની ઝડપે આવેલા ચક્રવાતે 24નો ભોગ લીધો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે, પહેલી વખત યુનિ.માં ટેક ફેસ્ટનુ પણ આયોજન
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો
ગાંધી કોઈની માફી નથી માગતા, હું સાવરકર નથી, સંસદમાં હોઉં કે નહીં દેશ માટે લડતો રહીશ : રાહુલ ગાંધી
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: અંબાજી પ્રસાદ વિવાદ : મુખ્ય પુજારીના નિવેદન બાદ ભક્તોમાં રોષ, દાંતાના મહારાજાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > ગુજરાત > અંબાજી પ્રસાદ વિવાદ : મુખ્ય પુજારીના નિવેદન બાદ ભક્તોમાં રોષ, દાંતાના મહારાજાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
ગુજરાત

અંબાજી પ્રસાદ વિવાદ : મુખ્ય પુજારીના નિવેદન બાદ ભક્તોમાં રોષ, દાંતાના મહારાજાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી

admin
Last updated: 2023/03/12 at 4:35 PM
admin 5 Min Read
Share
SHARE

અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર

અંબાજીમાં વર્ષોથી અપાતો મહાપ્રસાદ મોહનથાળ બંધ કરી ચિક્કી કરવાના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં ભક્તો રોષે ભરાયા છે. તો વિવિધ સંસ્થાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે અંબાજીના મહાપ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારીઓ કરાઈ છે. જો મોહનથાળ પ્રસાદ ફરી શરૂ ન કરાય તો દાંતાના મહારાજા પરમવીર સિંહે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.

PM નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત : પરમવીર સિંહ

અંબાજીમાં ભક્તોને વર્ષો અપાતો પ્રસાદ મોહનથાળ બંધ કરવામાં આવતા દાતાના મહારાજા પરવીર સિંહ નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે આ મામલો હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી દર્શાવી છે. મહારાજા પરમવીર સિંહે જણાવ્યું કે, અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળને લઈ રાજ્યભરના ભક્તોની આસ્થા હવે ખુટી છે. અંબાજી મંદિરમાં 900 વર્ષથી ચાલતી પરંપરા બંધ કરવી યોગ્ય નથી, પરંપરા બંધ કરવાનો કોઈને અધિકાર પણ નથી. તેમણે વર્ષોથી અપાતો મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી છે. દાતાના મહારાજાએ અંબાજી મંદિરમાં મહાપ્રસાદ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત કરી છે.

સમ્માનનીય વડાપ્રધાન સાહેબ@narendramodi શ્રી.
જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ ૯૦૦ વર્ષ અગાઉ થી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે.
કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે.

— Maharaj Paramveer singh Danta state (@Danta_sarkar) March 9, 2023

મુખ્ય પુજારીએ મોહનથાળ માત્ર મિઠાઈ હોવાનું કહેતા ભક્તોમાં રોષ

દરમિયાન અંબાજી મંદિરના મુખ્ય પુજારીએ પણ મોહનથાળ માત્ર મિઠાઈ હોવાના નિવેદન બાદ ભકતોમાં રોષ ફેલાયો છે. ત્યારે અંબાજીમાં આવતા ભક્તો પણ મુખ્ય પુજારીના નિવેદનને વખોડી કાઢ્યું છે અને મોહનથાળને જ પ્રસાદ ગણાવા જણાવ્યું છે. રોષે ભરાયેલા ભક્તો પૂજારીને સવાલ કરી રહ્યા છે કે, આટલા વર્ષો બાદ રહી રહીને તમને ક્યાંથી જ્ઞાન થયું કે, મોહનથાળ પ્રસાદ નથી… ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 

પ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચવાની સંભાવના

યાત્રાધામ અંબાજીમાં પ્રસાદમાં મોહનથાળના બદલે ચિક્કી આપવાનો નિર્ણય કરાયા બાદ ચારેકોર વિરોધનો સૂર ઉઠ્યો છે. મા અંબાને વર્ષોથી ધરાવાતો મોહનથાળનો પ્રસાદ અચાનક બદલી દેવાતા વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને પક્ષો દ્વારા અંબાજી વહિવટી તંત્ર અને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભક્તોમાં પણ આક્રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન હાલ ભક્તો દ્વારા તંત્રના ચિક્કીના પ્રસાદના નિર્ણયના વિરોધમાં અંબાજીમાં મોહનથાળના પ્રસાદ શરૂ કરાયો છે. તો આ વિવિદ આગામી સમયમાં હાઈકોર્ટ સુધી પણ પહોંચી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, હોળીના વેકેશન બાદ અંબાજી પ્રસાદના વિવાદને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ શઈ શકે છે.

પ્રસાદને લઈ કોંગ્રેસનો પણ વિરોધ

અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરી રહ્યો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવને 6 માર્ચે રજૂઆત કરી હતી. ચીક્કીની જગ્યાએ મોહનથાળનો પ્રસાદ આપવા સચિવને રજૂઆત કરવામાં આવી હતી.  કોંગ્રેસના ધારાસભ્યો ગત મંગળવારે યાત્રાધામ વિકાસ બોર્ડમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ચીક્કીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મોહનથાળ એક વાનગી નહીં પણ ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત ગણાવી હતી.

અંબાજી મામલે VHP મંત્રીની ચીમકી

વીએચપીના પ્રદેશ મંત્રી અશોક રાવલે જાહેરમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓને કરોડો રૂપિયા કમાવવા છે. મુસ્લિમો સાથે ભાગીદારીમાં ધંધા કરવા છે. આ ચીક્કીનો નિર્ણય પણ કરોડો રૂપિયા કમાવવા માટે ના કરશો. જો નહીં સુધરો તો આ તમારૂ છેલ્લુ શાસન હશે. માતાજીના પરચા તો શરૂ થઈ ગયાં છે. શ્રીયંત્ર ખંડિત થયું છે અને ગર્ભગૃહમાં નાની આગ લાગી છે. ધજાઓ ફાટી ગઈ છે. હજુ પણ ચેતી જાઓ નહીં તો ધનોતપનોત નીકળી જશે. 

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દશન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.  સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે. 

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article આ છે વિશ્વના સૌથી જોખમી રેલવે રૂટ: તસવીર જોઈને જ દંગ રહી જશો
Next Article બડગામમાં શ્રદ્ધા હત્યા કાંડ જેવી ઘટના, મહિલાની હત્યા બાદ મૃતદેહના ટુકડા અલગ અલગ સ્થળે ફેંકયા
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

ગુજરાત

જાવરીમલ બિશ્નોઇને ઇન્ટ્રોગેટ કરનાર સીબીઆઇની ટીમની તપાસ કરાશે

ફોરેન ટ્રેડના જોઇન્ટ ડીજીની આત્મહત્યાનો મામલોસીબીઆઇના દરોડાની કાર્યવાહી બાદ ઓફિસમાં…

1 Min Read
ગુજરાત

SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી

જો કે દાણીલીમડામાં ચાર-ચાર વાર દરોડા પાડવામાં આવ્યા છતાં પી.આઇની…

1 Min Read
ગુજરાત

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત

અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બનવા તરફ, નવા કેસ…

2 Min Read
ગુજરાત

ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી

આરોપી ઠગોએ 27 લાખ રૂપિયા આંગડીયા પેઢી મારફત મુંબઇ મોકલાવ્યા…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.