કોઇ પણ પબ્લિક લિસ્ટેડ કંપનીનો અત્યાર સુધીનો સૈૌથી વધુ વાર્ષિક નફો
ગયા વર્ષ કરતા નફામાં ૪૬.૫ ટકાની વૃદ્ધિ ઃ ૨૦૨૧માં કંપનીનો નફો ૧૧૦ અબજ ડોલર જ્યારે ૨૦૨૦માં ૪૯ અબજ ડોલર હતો
Updated: Mar 12th, 2023
દુબઇ,
તા. ૧૨
ઓઇલની જાયન્ટ કંપની
સઉદી અરામકોએ ૨૦૨૨માં ૧૬૧ અબજ ડોલરનો નફો કમાવ્યો છે. પબ્લિક લિસ્ટેડ કંપની દ્વારા
કમાવવામાં આવેલો આટલો વાર્ષિક નફો અત્યાર સુધીનો સૌૈથી વધુ છે.
ફેબુ્રઆરી,
૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ઓઇલના ભાવ વધારવામાં આવતા સઉદી અરામકોના
નફામાં વૃદ્ધિ જોવા મળી છે. બીજી તરફ પશ્ચિમી દેશોએ રશિયાનું ઓઇલ અને ગેસ
ખરીદવાનું ઓછું કરતા સઉદી અરામકોને ફાયદો થયો છે.
આ સ્થિતિ અને ચીનમાં કોરોના પ્રતિબંધો દૂર કરતા વધેલી માગનો
લાભ લેવા માટે કંપનીએ ઉત્પાદન વધારવાનો
નિર્ણય લીધો છે. જો કે ઓઇલના વધતા ભાવને કારણે અમેરિકા અને સઉદી વચ્ચેના સંબધોમાં
તિરાડ પડી છે.
ગયા વર્ષની સરખામણીમાં કંપનીના નફામાં ૪૬.૫ ટકાની વૃદ્ધિ
જોવા મળી છે. ૨૦૨૧માં કંપનીનો નફો ૧૧૦ અબજ ડોલર હતો. જ્યારે ૨૦૨૦માં કંપનીનો નફો
૪૯ અબજ ડોલર હતો.
અરામકોએ ૨૦૨૨માં પ્રતિ દિવસ ૧.૧૫ કરોડ બેરલ ઓઇલનું ઉત્પાદન
કર્યુ હતું. કંપનીને આશા છે કે આ ઉત્પાદન વધીને ૨૦૨૭માં ૧.૩૦ કરોડ બેરલ થઇ જશે.
ઉત્પાદન વધારવા માટે કંપની ચાલુ વર્ષે ૫૫ અબજ ડોલરનો ખર્ચ
કરશે. કંપનીએ ૨૦૨૨ના ચોથા કવાર્ટર માટે ૧૯.૫ અબજ ડોલરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી
છે. ેહાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ૮૨ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.
જો કે પર્યાવરણવિદોએ અરામકોની આ વિશાળ કમાણી સામે વિરોધ
નોૅધાવ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો ક્રૂડના ભાવમાં બેરલ દીઠ ૧૦ ડોલરનો
વધારો થાય છે તો સઉદી અરેબિયાને વાર્ષિક ૪૦ અબજ ડોલર વધુ મળે છે. હાલમાં અરામકોના
શેરનો ભાવ ૮.૭૪ ડોલર ચાલી રહ્યો છે. હાલના ભાવ પ્રમાણે અરામકોનું વેલ્યુએશન ૧.૯
ટ્રિલિયન ડોલર થાય છે જે એપલ પછીનું બીજું સૌથી વધુ છે.