બોપલ સનસીટી પાસેની ઘટના
સરખેજ પોલીસે મહિલાના પતિ વિરૂદ્વ હત્યાની કોશિષનો ગુનો નોધ્યોઃ તકરારને કારણે તે બે દિવસથી ઘરે આવ્યો નહોતો
Updated: Mar 12th, 2023
અમદાવાદ,રવિવાર
બોપલમાં આવેલા ઇસ્કોન પ્લેટેનિયમમાં રહેતા વ્યક્તિ પારિવારીક
તકરારને પગલે તેની પત્ની અને સાસુ પર મર્સીડીઝ કારથી અકસ્માત કરવાનો પ્રયાસ ્કર્યો
હતો. જેમાં તેના સાસુને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે
પોલીસે આરોપી વિરૂદ્વ હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.બોપલના ઇસ્કોન પ્લેટેનિયમ
ખાતે રહેતા રીશીતા અગ્રવાલને તેના પતિ જમીર અગ્રવાલ સાથે ઘણા સમયથી પારિવારીક ચાલતી
હતી. જેના કારણે છેલ્લાં ત્રણ દિવસથી તે ઘરે
આવ્યો નહોતો. રીશીતાને છ મહિનાનો શિવાય નામનો
પુત્ર પણ છે. શનિવારના સાંજના સમયે રીશીતા તેના માતા રાજેશ્વરી અને બહેન મિતાલી સાથે
સન સીટી પાસે પુત્ર માટે મીલ્ક પાવડર લેવા
માટે ગયા હતા. બાદમાં ચાલતા ચાલતા કાર તરફ જતા હતા ત્યારે એક ગ્રે રંગની મર્સીડીઝ કાર તેમના તરફ આવી હતી.
જે રીશીતાનો પતિ જમીર ચલાવતો હતો અને તેની બાજુમાં તેનો મિત્ર હર્ષદ તારાપુરવાલા બેઠો
હતો. જે મર્સીડીઝ કારનો માલિક હતો. આ સમયે કારને પુઝડપે હંકારીને જમીરે રીશીતા અને
તેની બહેનને અકસ્માત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને બાજુમાં ખસી જતા કાર રીશીતાના
માતા સાથે અથડાઇ હતી. જેમાં તેમને કારનું પતરૂ
પગમાં લાગતા ઇજાઓ થઇ હતી. આ સમયે આસપાસના લોકો એકઠા થઇ જતા જમીર કાર લઇને નાસી
ગયો હતો. આ બનાવ અંગે સરખેજ પોલીસે રીશીતાની ફરિયાદને આધારે હત્યાના પ્રયાસનો
ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.