ઘરના મોભીએ ફુલ જેવી બે દિકરીની હત્યા બાદ પત્નીની પણ હત્યા કરી
ત્રણેયની હત્યા બાદ મોભીએ આત્મહત્યા કરતા ગામમાં ચકચાર મચી
Updated: Mar 12th, 2023
અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર
આજે નવસારીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરના મોભીએ જ બે દિકરી અને પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના રવાણીયા ગામમાં એક પરિવારના ચાર લોકોના મોત બાદ ગામમાં ચકચાક મચી છે. ઘરના મોભીએ પત્ની અને બે દિકરીઓને હત્યા કેમ કરી તે અંગે હજુ કારણ અકબંધ છે. આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.