– ચોટીલા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા
– ટેન્કરે બાઇકને અડફેટે લેતા એકને ઇજા, રોડ ક્રોસ કરતા રાહદારીને કારે ટક્કર મારી
ચોટીલા : ચોટીલા પંથકમાં ત્રણ જુદા જુદા અકસ્માતોનાં બનાવોમાં એક વ્યક્તિનું મોત અને ૧૩થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળેલ છે. ચોટીલા જસદણ રોડ ઉપર પાચવડા નજીક પીકઅપ બોલેરો પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમા ૧૦ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. તમામ મુસાફરોને વહારે સ્થાનિકો આવેલ હતા ઇજાગ્રસ્તોને ૧૦૮ અને અન્ય ખાનગી વાહાનો દ્વારા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.
આ અંગેની વધુ વિગત એવી છેકે, ચોટીલાથી જશદણ તરફ જતા આશરે પાંચેક કિલોમીટર દુર જશદણ તરફથી આવતા છોટાહાથી વાહનનો અકસ્માત થયો હતો. સાંકડા પુલ પાસે છોટાહાથી ટેમ્પો અચાનક પલ્ટી ખાઈ જતા ૧૨ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ દ્વારા સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા અકસ્માતની વિગત એવી છેકે, ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે રહેતા મુળજીભાઈ જીવાભાઈ નાંગાણી પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર આશાપુરા હોટલ પાસે પુરપાટ ઝડપે આવતા ટેન્કરનાં ચાલકે બાઈકને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ચોટીલા પ્રાથમીક સારવાર અપાયા બાદ તેમને રાજકોટ હોસ્પીટલ ખસેડવામાં આવેલ છે.
ત્રીજા અકસ્માતની વિગત એવી છેકે, ચોટીલા હાઈવે ઉપર આપાગીગાનાં ઓટલા સામે આવેલ ટાટા મોટર્સ વર્કશોપમાં પ્રદીપભાઈ ભૈરભણી વશિષ્ટ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતી ઓમની કારનાં ચાલકે પ્રદીપકુમારને અડફેટે લેતા ગંભીર ઈજા થવાથી મોત થયેલ હતું. આ અંગે રામજીભાઈ ચુડાસમાએ નાસી ગયેલ ઓમનીનાં ચાલક વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ટેમ્પો પલટી જતાં થયેલા અકસ્માતના ઇજાગ્રસ્તોની યાદી
સંગીતાબેન વનરાજભાઈ ઝાપડીયા, ધામક વનરાજભાઈ ઝાપડીયા, વનરાજભાઈ વીરજીભાઇ ઝાપડીયા, રાજવી રાયધનભાઇ ઝાપડીયા, મીઠાપરા રાજદીપ મીઠાભાઇ, મીઠાપરા પ્રદિપ પ્રાગજીભાઇ, જેસાભાઇ હકાભાઇ જોગરાજીયા, દિનેશભાઇ ભગાભાઇ ચૌહાણ, હરેશભાઇ મેરાભાઇ ઓળકીયા, વનરાજભાઈ હસુભાઇ ઝાપડીયા, હંસાબેન ગોવીંદભાઇ પરમાર
ક્ષતિગ્રસ્ત નાળા ને કારણે અકસ્માત થાય છે!
સ્થાનિકો પાસેથી જાણવા મલ્યા મુજબ અકસ્માત સ્થળ નજીક એક નાળુ આવેલ છે તે ક્ષતિગ્રસ્ત હોવાથી વાહાન ચાલકો એક સાઇડ દબાવી વાહાન ચલાવે છે તેવા સમયે સામે થઈ કોઇ અન્ય વાહાન આવી ચડે ત્યારે કન્ટ્રોલ ગુમાવતા અહી અકસ્માત સર્જાય છે જો ઉનાળાની મરામત સરખી કરાય તો અકસ્માત અટકી શકે તેમ છે.