બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે
હુબલી રેલવે સ્ટેશન કર્ણાટકના બીજુ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં સામેલ છે
Updated: Mar 12th, 2023
Image : Twitter |
અમદાવાદ, 12 માર્ચ 2023, રવિવાર
PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની પ્રવાસે જશે અને આ દરમિયાન અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે PM મોદી આજે વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત PM મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.
PM નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસ દરમિયાન લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે PM મોદી આજે વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મને પણ દેશને સમર્પિત કરશે. પીએમ મોદી કર્ણાટકના હુબલી-ધારવાડ પહોંચશે. અહીં PM મોદી શ્રી સિદ્ધારુદ્ધ સ્વામીજી હુબલી સ્ટેશન પર દેશના સૌથી લાંબા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.
અંદાજીત 20 કરોડના ખર્ચે તૈયાર થયેલું પ્લેટફોર્મ
આશરે 20 કરોડના ખર્ચે 1507 મીટર લાંબુ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ હશે જે શ્રી સિદ્ધરુદ સ્વામીજી હુબલી સ્ટેશન પર બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. હુબલી રેલવે સ્ટેશન કર્ણાટકના બીજુ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાં સામેલ છે. આ સ્ટેશન મુખ્યત્વે હુબલીને બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ અને ગોવા સાથે જોડે છે.
![]() |
PM બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે
PM મોદી આજે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસ વે 8480 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને તે 118 કિલોમીટર લાંબો છે. આ સાથે, બેંગલુરુ-મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટીને માત્ર 75 મિનિટ થઈ જશે.