પીએમ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે
Updated: Mar 12th, 2023
image : Twitter |
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત કર્ણાટકની મુલાકાતે આવ્યા છે. તેઓ માંડ્યા પહોંચીને રોડ શો કરી રહ્યા છે. ત્યારબાદ પીએમ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ એક્સપ્રેસવે 118 કિલોમીટર લાંબો છે જેને કુલ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે.
લોકોએ ફૂલોની વર્ષા કરી
પીએમ મોદીએ માંડ્યામાં રોડ શો કરવાની શરૂઆત કરતા જ લોકોએ ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું. પીએમને જોતા જ લોકોએ ચારે બાજુથી ફૂલોની વર્ષા શરૂ કરી દીધી, જેનાથી તેમની કાર ફૂલોથી ઢંકાઈ ગઈ હતી. આ દરમિયાન મોદીએ લોકો પર ફૂલ પણ વરસાવ્યા હતા.
Live : ಮಂಡ್ಯದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi ಅವರಿಂದ ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇ ಲೋಕಾರ್ಪಣೆ ಮತ್ತು ವಿವಿಧ ಯೋಜನೆಗಳಿಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ#BJPYeBharavase #ModiHawaInMandya https://t.co/TpFI8fkVvd
— BJP Karnataka (@BJP4Karnataka) March 12, 2023
બેંગ્લોર અને મૈસુર વચ્ચે 75 મિનિટમાં મુસાફરી થશે
એક્સપ્રેસ-વેના નિર્માણ સાથે, બેંગલુરુ અને મૈસૂર વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 3 કલાકથી ઘટીને 75 મિનિટ થઈ જશે. પ્રોજેક્ટ NH-275 ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસૂર સેક્શનને 6-લેન બનાવાયો છે. આ એક્સપ્રેસવે બંને શહેરોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.