નવી દિલ્હી, તા. 12 માર્ચ 2023 રવિવાર
આપણા જીવનમાં પરિવહન માટે ઘણા પ્રકારના સાધન છે. જેમાં રેલવેને ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે. આ લાંબા અંતરને નક્કી કરવા માટે યોગ્ય છે પરંતુ દુનિયામાં અમુક એવા રેલવે માર્ગ છે જે ખૂબ જોખમી છે.
આર્જેન્ટિનામાં સાલ્ટા-પોલ્વોરિલો ટ્રેન રૂટ હાજર છે. આને બનાવવામાં 27 વર્ષ લાગ્યા હતા. આ એક ઝિગઝેગ ટ્રેક છે, જે 21 સુરંગો અને 13 પુલ પરથી થઈને પસાર થાય છે.
ધ ડેથ રેલવે રૂટ થાઈલેન્ડના બોર્ડર પર સ્થિત કંચનબુરી પ્રાંતમાં હાજર છે. આ ટ્રેક કેટલાક જોખમી જંગલો પરથી પસાર થાય છે. બીજા વર્લ્ડ વોર દરમિયાન આને બનાવવામાં ઘણા જાપાની સૈનિકોના જીવ ગયા હતા તેથી તેનુ નામ ધ ડેથ રાખવામાં આવ્યુ છે.
પિલાટસ રેલવે રૂટ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થિત છે. આ દુનિયાની સૌથી મોટી કોગવ્હીલ રેલવે છે. જેના માર્ગમાં 48 ટકા ઢાળ છે.
ભારતમાં ચેન્નઈ રામેશ્વરમ રેલવે રૂટ લોકોને રામેશ્વરમ દ્વીપ સુધી પહોંચાડવા માટે સમુદ્રની ઉપર બનાવવામાં આવ્યો હતો. આ પુલનું નિર્માણ વર્ષ 1914માં કરવામાં આવ્યુ હતુ, જે 2065 મીટર લાંબો છે. આ પુલને પેડમેન બ્રિજ કહેવામાં આવે છે.
અલાસ્કાનું વ્હાઈટ પાસ અને યુકોન રૂટ, જે અલાસ્કાના બંદરને વ્હાઈટહોર્સ સાથે જોડે છે. આને વર્ષે 1898માં ક્લોંડાઈક ગોલ્ડ રશના પહાડો વચ્ચે બનાવવામાં આવ્યો હતો.
ઈક્વાડોર નરિજ ડેલ ડિયાબ્લો, જેને ડેવિલ્સ નોજ ટ્રેન પણ કહેવામાં આવે છે. આ એન્ડીજમાં સ્થિત છે. આની લંબાઈ સમુદ્ર તળથી 9000 ફૂટ ઉપર છે.
એસો મિનામી રૂટ જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખી વિસ્તારોની વચ્ચેથી પસાર થાય છે. આ ટ્રેનમાં સવાર લોકોને ખબર નથી હોતી કે ક્યારે જ્વાળામુખી ફાટશે.
Argo Gede ટ્રેન રેલવે રૂટ જકાર્તાથી બાંડુંગ સુધી જાય છે જે 3 કલાકની સફર નક્કી કરે છે. આનો મુખ્ય માર્ગ ઈન્ડોનેશિયામાં સ્થિત હાઈ સિકુરુતુગ તોરણ ટ્રેસ્ટલ પુલ છે. આ એક ભયાવહ અનુભવ કરાવે છે.