પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદ પર વિધાનસભાની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો
2024ની લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશ તેમાં શંકાને કોઈ સ્થાન નથી
Updated: Mar 12th, 2023
Image: Fcaebook |
ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પત્તું કપાયા બાદ ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોટું નિવેદન સામે આવી રહ્યું છે. વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ પર વિધાનસભાની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં તે પોતાનો વિરોધ નોંધાવશે તેવું પણ જણાવ્યું છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશ તેમાં શંકાને કોઈ સ્થાન નથી: શ્રીવાસ્તવ
વિધાનસભા ચુંટણી 2023માં વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ હવે ફરી એક વાર મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઉપરથી મારી ટિકિટ નક્કી જ હતી પણ સંસદસભ્યએ મારી ટિકિટ કાપી હતી. જેથી 2024ની લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશ તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
શું હતો મામલો?
મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી સતત જીતતા હતા અને 2022ની ચૂંટણીમાં તેમની ટિકિટ કપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી તેઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તે ચૂંટણી જીત્યા ન હતા.