સિલિકોન વેલી બેંક અમેરિકાની ૧૬માં ક્રમની મોટી રિટેલ બેંક છે.
પ્રતિષ્ઠિત ફોર્બ્સ જેવી રેટિંગ આપતી એજન્સીઓ પર સવાલ ઉઠયા
Updated: Mar 13th, 2023
ન્યૂયોર્ક, ૧૩ માર્ચ,૨૦૨૩,સોમવાર
ગત અઠવાડિયે અમેરિકાના બેંન્કિંગ ક્ષેત્રમાં આંચકા સ્વરુપ ઘટના બની છે. અમેરિકી રેગ્યુલેટર્સ દ્વારા દેશની સૌથી જૂની અને વિશાળ બેંક સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સૌથી નવાઇની વાત તો એ છે કે દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી ફોર્બ્સ પત્રિકાએ ૧૪ ફેબૂુઆરીના રોજ આ બેંકને એક મહિના પહેલા જ સર્વશ્રેષ્ઠ બેંકોની યાદીમાં સ્થાન આપ્યું હતું. સિલિકોન વેલી બેંક અમેરિકાની ૧૬માં ક્રમની મોટી રિટેલ બેંક છે. ની સર્વશ્રેષ્ઠ બેંકોમાં સ્થાન મેળવવા બદલ ગૌરવ વ્યકત કર્યુ હતું.
૭ માર્ચ ૨૦૨૩ના રોજ સિલિકોન વેલી બેંકના ફાયનાન્સિયલ ગુ્પે ટ્વીટ પણ કર્યુ હતું. અમેરિકાના મશહૂર મેગેઝીને ૧૦૦ સર્વ શ્રેષ્ઠ બેંકોની પોતાની ૧૪ મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. એસવીબી સિલિકોન વેલી બેંકની મૂળ કંપની એસવીબી ફાયનાન્સિયલ ગુ્પના આ ટ્વીટના માત્ર ૩ જ દિવસમાં ૪૦ વર્ષથી કાર્યરત બેંકને અમેરિકી રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ પછી સિલિકોન વેલી અને તેના ફાયનાન્સિયલ ગુ્પના મેનેજમેન્ટ પક આંગળીઓ ચિંધાવી સ્વભાવિક છે. એટલું જ નહી સોશિયલ મીડિયા યુઝર્સ હવે રેટિંગ આપતી ફોર્બ્સ જેવી સંસ્થાઓની પણ ટીકા કરવા લાગ્યા છે. અમેરિકા જેવા દેશમાં એક મહિના પહેલા શ્રેષ્ઠ ગણાતી બેંકનું ઉઠમણું થવું અનેક સવાલો પેદા કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંક પાસે ૧૭૫ અબજ ડોલરની જમા રાશી છે. ફેડરલ ડિપોઝિટ ઇન્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઇસી) તરફથી બેંકમાં જમા મૂડી પર નિયંત્રણ મેળવી લીધું છે. જો કે અમેરિકાના પ્રશાસને ડિપોઝિટરોને નાણાનું આશ્વાસન આપ્યું છે. અમેરિકા બેન્કિૅંગના ઇતિહાસમાં આ ત્રીજી મોટી નિષ્ફળતા ગણાય છે. વોશિંગ્ટન મ્યુચ્યૂઅલ પછી બીજું મોટું શટ ડાઉન છે. ૨૦૦૮માં અમેરિકાના બેંન્કિગ સેકટરમાં મહામંદીનો ઓળા ઉતરી આવ્યા હતા. ફર્મ લેહમન બ્રધ્રર્સે ખૂદને ડિફોલ્ટર જાહેર કરી દીધું હતું. ત્યાર પછી અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં આર્થિક મંદી આવી હતી.