લગભગ 69 ટકા લોકોને લાગે છે કે જાગૃતિ અભિયાન, ચલણ અને દંડ દ્વારા આ ઉત્પીડન ઘટાડી શકાય
સર્વેમાં 66 ટકા પુરુષો જ્યારે 34 ટકા મહિલાઓ હતી
Updated: Mar 13th, 2023
Image: Pixabay |
તાજેતરના એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, 37 ટકા લોકોએ ફ્લાઇટ, ટ્રેન અને બસ સહિત અન્ય જાહેર પરિવહનમાં હાથાપાઈ, ઉત્પીડન અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક વર્તુળોના આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, લગભગ 69 ટકા લોકોને લાગે છે કે જાગૃતિ અભિયાન, ચલણ અને દંડ દ્વારા આ ઉત્પીડન ઘટાડી શકાય છે. એવામાં જ, 56 ટકા લોકોએ આવી ઘટનાઓનો સામનો કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં આવી ઘટનાઓ આટલા લોકોએ અનુભવી
આ સિવાય 7 ટકા એવા લોકો છે જેમણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આવી વર્તણૂકનો અનુભવ કરનારાઓમાંથી 10 ટકા લોકોએ સ્વીકાર્યું કે, તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં આવી ઘટનાઓ 4-6 વખત જોઈ અથવા અનુભવી છે. સર્વેમાં બહાર આવ્યું છે કે, 16 ટકાએ 2-3 વખત અને 11 ટકાએ એકવાર આ પ્રકારનું વર્તણૂક અનુભવ કર્યાનો સંકેત આપ્યો હતો.
સર્વેમાં કેટલી મહિલાઓની સાથે પુરુષોનો પણ સમાવેશ કરવામાં આવ્યો
જાહેર પરિવહનમાં ગેરવર્તણૂક વર્તન કેવી રીતે સામાન્ય છે તે સમજવા માટે એક રાષ્ટ્રીય સર્વે હાથ ધર્યો હતો. સર્વેક્ષણને ભારતના 321 જિલ્લાઓમાં સ્થિત નાગરિકો તરફથી 20,000 થી વધુ લોકો ભાગ લીધો હતો. સર્વેમાં 66 ટકા પુરુષો જ્યારે 34 ટકા મહિલાઓ હતી.
11 ટકાને સુધરવાની કોઈ આશા નથી
લોકોને સુધારવા માટે સજા અને દંડ બાબતે સર્વેમાં જોવા મળ્યું હતું કે, કુલ 69 ટકાએ આશા વ્યક્ત કરી છે કે, આવા પગલાથી પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. સર્વેના ડેટા દર્શાવે છે કે, 46 ટકા લોકો આ ક્રિયા વિશે એકદમ નિશ્ચિત છે, જ્યારે 23 ટકાને લાગે છે કે,”જાગૃતિ ઝુંબેશ અને કડક સજા/દંડ અમુક ફેરફાર લાવી શકે છે”. જ્યારે, 11 ટકાને એવી કોઈ આશા નથી.