દિલ્હીના ધારાસભ્યોના પગારમાં 66.66 ટકા તો મંત્રીઓના પગારમાં અધધધ 136.1 ટકાનો વધારો
ધારાસભ્યોને મહિને 90000 અને મંત્રીઓને 1.70 લાખ મળશે
Updated: Mar 13th, 2023
image : Twitter |
દિલ્હીના ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરાયો છે. જે હેઠળ હવે ધારાસભ્યોને દર મહિને 90 હજાર રૂપિયા મળશે. જોકે મંત્રીઓ અને મુખ્યમંત્રીનો પગાર હવે 1.70 લાખ રૂપિયા મહિને થઈ ગયો છે. જુલાઈ 2022માં દિલ્હી વિધાનસભાએ ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દિલ્હીના લૉ ડિપાર્ટમેન્ટએ નોટિફિકેશન જાહેર કરી
આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ દિલ્હી સરકારના લૉ ડિપાર્ટમેન્ટએ પગાર વધારાની નોટિફિકેશન જારી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ધારાસભ્યોનો પગાર હવે 54000થી 66.66 ટકા વધારીને 90000 રૂપિયા કરી દેવાયો છે. સરકારના મંત્રીઓને અત્યાર સુધી 72000 મળતા હતા જેમાં 136.1 ટકાનો વધારી તેમનો પગાર હવે 1,70,000 કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો અને મંત્રીઓના પગાર ભથ્થામાં વધારો 2011 પછી પહેલીવાર કરાયો છે.