ફરિયાદી મહિલાએ મકાન ભાડે આપવા માટે ઓનલાઇન જાહેરાત આપી હતી
હાથીજણમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
Updated: Mar 13th, 2023
અમદાવાદ,સોમવાર
હાથીજણ અભિષેક બંગલોમાં રહેતી એક મહિલાએ તેના પિતાનું મકાન ભાડે
આપવા માટે ઓનલાઇન જાહેરાત આપી હતી. જે અનુસંધાને એક ગઠિયાએ આર્મી જવાનના નામે કોલ કરીને
મકાન ભાડે લેવા બાબતે વિશ્વાસ કેળવીને ઓનલાઇન પેમેેન્ટ કરવાના નામે ગુગલ પે એપ્લીકેશનમાં
પ્રોસેસ કરાવીને એક લાખ રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ વિવેકાનંદ પોલીસ મથકે નોંધવામાં
આવી છે. હાથીજણ ઇન્ડિયા કોલોની પાસે આવેલા અભિષેક બંગલોમાં રહેતા ધારાબેન
રાજગોરે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પિતાનું બીજુ મકાન ઘોડાસરમાં આવેલું
છે. જે ભાડે આપવા માટે ૯૯ એકર્સમાં પોસ્ટ મુકી
હતી. જે અનુસંધાનમાં તેમને અક્ષય નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. ૅજેમાં તેણે પોતાની
ઓળખ આર્મીના જવાન તરીકે આપી હતી અને કહ્યું હતુ કે તેની બદલી વસ્ત્રાલ રેપીડ એક્શન
ફોર્સ ખાતે થવાની છે. જેથી તેને અમદાવાદમાં મકાન ભાડે જોઇએ છે અને ઘોડાસરનું મકાન તેમને
ગમ્યુ છે. જેથી ડિપોઝીટ અને ભાડા અંગે પુછપરછ કરી હતી. જેમાં ૪૦ હજાર ડીપોઝીટ અને ૨૦
હજાર ભાડુ નક્કી કર્યું હતું. જે ઓનલાઇન ચુકવી આપવાનું કહેતા ધારાબેનને વિશ્વાસ ગયો
આવી ગયો હતો. બીજા દિવસે અક્ષયે બીજા મોબાઇલ નંબર પરથી કોલ કરીને કહ્યું હતું કે અમારા
કેપ્ટનને તમે બેંક ડીટેઇલ આપજો અને જેથી ગુગલ પે થી નાણાં ભરી શકાશે. જે ૂબાદ કોઇ વ્યક્તિએ
નાણાં ભરવા માટે ગુગલ પેમાં ધારાબેન પાસે પોપ્રેસ કરાવી હતી. જેમાં અચાનક મોબાઇલ ફોનનું
ડીસ્પ્લે બંધ થઇ ગયું હતું. અને આ દરમિયાન તેમના એકાઉન્ટમાંથી ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા
૧.૦૭ લાખ રૂપિયા કપાઇ ગયા હતા. જે અંગે ધારાબેનની ફરિયાદને આધારે વિવેકાનંદનગર પોલીસે
ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.