થાણે જિલ્લાની કલ્યાણ જેલમાં કેદીઓ સમાવવાની ક્ષમતા 540ની, જેની સામે 2061 કેદીઓ ભરી નાખ્યા
જિલ્લાની જેલોમાં મહિલા કેદીઓને સમાવવાની ક્ષમતા 60ની, ડેની સામે 290 મહિલા કેદીઓ બંધ
Updated: Mar 13th, 2023
મુંબઈ, તા.13 માર્ચ-2023, સોમવાર
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વિવિધ જેલોમાં 9284 કેદીઓ બંધ છે, જેની સત્તાવાર ક્ષમતા 3794 કેદીઓની છે. રાજ્યના જેલ વિભાગના એક રિપોર્ટમાં સોમવારે આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર કલ્યાણ જેલમાં 2061 કેદીઓ બંધ છે, જોકે આ જેલની કેદીઓ રાખવાની ક્ષમતા 540ની છે. તો થાણે સેન્ટ્રલ જેલમાં 1105 કેદીઓને રાખવાની ક્ષમતા સામે 4356 કેદીઓને બંધ છે.
થાણે જિલ્લાની જેલોમાં 60 મહિલા કેદીઓ સમાવવાની ક્ષમતા સામે 290 મહિલા કેદી બંધ
રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, જિલ્લાની જેલોમાં કેદીઓની સંખ્યા 9284 છે, જે હાલની કેદી સમાવાની ક્ષમતા કરતા 5390 વધુ છે. 2124 કેદીઓને સમાવવાની ક્ષમતા ધરાવતી તલોજા સેન્ટ્રલ જેલમાં હાલ 2848 કેદીઓ બંધ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જિલ્લાની જેલોમાં માત્ર 60 મહિલા કેદીઓને સમાવી શકાય છે, પરંતુ તેમાં 290 મહિલા કેદીઓ બંધ છે.