સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ અરવિંદ પરમારની હત્યા કરી હતી
Updated: Mar 13th, 2023
અમદાવાદ, તા. 13 માર્ચ 2023, સોમવાર
અમદાવાદના સાબરમતીમાં પોલીસ સ્ટેશનમાં મર્ડર વીથ એટ્રોસીટીના ગુનાના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગત તા. 8 માર્ચ 2023ના રોજ ગાંધીગ્રામ સાબરમતી ખાતે સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ ખોટી રીતે ઝઘડો કરી અરવિંદભાઈ વિસાભાઈ પરમારને માર મારી હત્યા કરી હોવાની ફરિયાદ થઈ હતી. અમદાવાદ પોલીસ કમિશ્નરની સુચનાથી એલસીબી દ્વારા આ ગુનેગારોને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી
અમદાવાદના સાબરમતીમાં પોલીસે બાતમીના આધારે આરોપી જયેશ પરમારને સાબરમતીથી પકડી પાડ્યો હતો. તેમજ ડીસીપી ઝોન 2ની ટીમ દ્વારા બાતમીના આધારે આરોપી સમીર ઠાકોર તથા શેખર ઠાકોરને સાબરમતીથી પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.