Updated: Mar 13th, 2023
નવી મુંબઇ,તા. 13 માર્ચ 2023, સોમવાર
બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફિલ્મ ડિરેક્ટર સૂરજ બડજાત્યાની ફિલ્મ “પ્રેમ કી શાદી’માં કામ કરતો જોવા મળી શકે છે. સલમાન ખાને સૂરજ બડજાત્યા સાથે મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે સલમાન ખાન ટૂંક સમયમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’માં કામ કરતો જોવા મળી શકે છે. ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી જ શરૂ થઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સૂરજ બડજાત્યાએ ‘પ્રેમ કી શાદી’ની સ્ટોરી પર કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. સૂરજ આ ફિલ્મની સ્ટોરી પર લાંબા સમયથી કામ કરી રહ્યો છે. સૂરજ બડજાત્યા આવતા વર્ષે દિવાળી પર પ્રેમ કી શાદી રિલીઝ કરશે.