પ્રતિબંધ રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને અમલી બનાવાયો
કેટલાકે સઉદી અરબ ના નિર્ણયને ગણાવ્યો ઇસ્લામ વિરોધી
Updated: Mar 13th, 2023
રિયાધ,૧૩ માર્ચ,૨૦૨૩,સોમવાર
મસ્જિદોમાં નમાઝ અદા કરતી વખતે લાઉડ સ્પીકર ચાલુ રાખવાનો મુદ્વો ભારતમાં હંમેશા ચર્ચા સ્પદ રહયો છે. જેનું ચૂસ્ત ઇસ્લામવાદી દેશમાં ગણતરી થાય છે એ અરબ દેશ સાઉદી અરહે મસ્જિદો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવીને વિશ્વસ્તરે ચર્ચા જગાવી છે. ખાસ કરીને દુનિયાના મુસ્લિમ દેશો નારાજ થઇ રહયા છે. કેટલાકે સઉદી અરબ સરકારના આ નિર્ણયને ઇસ્લામ વિરોધી ગણાવ્યો છેે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાઉદી અરબ સરકારે આ નિયમ રમઝાન મહિનો મનાવવા દરમિયાન લાગુ પાડયો છે. આ નવા નિયમ હેઠળ માત્ર લાઉડ સ્પીકર જ નહી બીજી ઘણી વસ્તુંઓ પર મનાઇનો નિર્દેશ કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ સઉદીની કોઇ મસ્જિદમાં કોઇ દાન આપી શકશે નહી. રોજા રાખનારાને ખવડાવવા માટે નાણા ઉઘરાવી શકાશે નહી. સાંજ પડયા પછી મસ્જિદમાં ઇફતાર પર પણ મનાઇ ફરમાવી છે.
જો કોઇ મસ્જિદમાં ઇબાદતનો સમય લાંબો રાખવામાં આવશે તો તેના પર પણ નજર રાખવામાં આવશે. નાના બાળકોને મસ્જિદમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલું જ નહી મસ્જિદમાં નમાઝ માટે આવનારા દરેક પોતાનું ઓળખકાર્ડ બતાવવું પડશે. મકકા અને મદીનામાં મુખ્ય મસ્જિદો ઉપરાંત પ્રસાર કરવામાં આવશે નહી. મસ્જિદોમાં રહેલા કેમેરાનો ઉપયોગ નમાઝ સમયે તસ્વીર લેવા માટે થશે નહી.