મુંબઈ : અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસબીવી)ના ગત સપ્તાહમાં પતન પાછળ વિશ્વ વર્ષ ૨૦૦૮ બાદની સૌથી મોટી નાણાકીય કટોકટીમાં ધકેલાઈ જવાના સંકેત અને હવે સિગ્નેચર બેંક સહિત એક પછી એક અમેરિકી અને યુરોપના દેશોની બેંકો સંકટમાં આવી રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત ધબડકો બોલાઈ ગયો હતો. એસવીબીને ઉગારવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ અને અન્ય નિયમનકારોએ ઈન્કાર કરી દીધા બાદ યુ.એસ.ના ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને(એફડીઆઈસી) બેંકની તમામ થાપણોનવી બ્રિજ બેંકને ટ્રાન્સફર કર્યાના અહેવાલ અને બીજી તરફએસવીબીના યુ.કે.ના એકમને સરકારની દરમિયાનગીરીથી એચએસબીસી દ્વારા એક પાઉન્ડમાં ખરીદવાનું જાહેર કર્યા છતાં યુરોપના દેશોમાં બેંકોમાં ગાબડાં પડવા લાગતાં અને હવે ભૂતકાળની લેહમેન બ્રધર્સની કટોકટીની જેમ એક પછી એક દેશોની બેંકિંગ, ફાઈનાન્શિયલ સિસ્ટમમાં એસવીબી સંકટનો રેલો આવવાના ફફડાટમાં આજે એશીયાના બજારોમાં ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ભારતમાં બેંકિંગ, ફાઈનાન્સ શેરો સાથે આઈટી, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટાપાયે વેચવાલી થતાં સેન્સેક્સ વધ્યામથાળેથી ૧૨૦૦ પોઈન્ટ જેટલો ગબડી આવી અંતે ૮૯૭.૨૮ પોઈન્ટ તૂટીને ૫૮૨૩૭.૮૫ અને નિફટી સ્પોટ ૨૫૮.૬૦ પોઈન્ટ ગબડીને ૧૭૧૫૪.૩૦ બંધ રહ્યા હતા.આમ છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૨૧૦૦ પોઈન્ટનું અને બજારના માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની એક્ત્રિત સંપિતમાં ૭.૩૪ લાખ કરોડનું ધોવાણ થયું છે.
બેંકેક્સ ૧૦૨૮ પોઈન્ટ તૂટયો ; ઈન્ડસઈન્ડ રૂ.૮૬ તૂટીને રૂ.૧૦૬૦ ; એયુ સ્મોલ, સ્ટેટ બેંક, બંધન ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે આરંભિક મજબૂતી બાદ ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૨૭.૬૨ પોઈન્ટ તૂટીને ૪૪૭૯૩.૬૬ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮૫.૫૦ તૂટીને રૂ.૧૦૬૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૨૯.૩૦ તૂટીને રૂ.૫૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૫૫ તૂટીને રૂ.૫૨૯.૭૦, બંધન બેંક રૂ.૬.૪૦ ઘટીને રૂ.૨૧૮.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૬૩.૯૦, એક્સિસ બેંક રૂ.૧૯.૫૦ તૂટીને રૂ.૮૩૨.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૩૫ ઘટીને રૂ.૮૨૭.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૪.૫૫ ઘટીને રૂ.૧૬૭૪.૪૦ રહ્યા હતા. આ સાથે સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૨૪ તૂટીને રૂ.૧૭.૬૨, રેપકો હોમ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૧૮૨.૨૦, આરબીએલ બેંક રૂ.૮ ઘટીને રૂ.૧૪૬.૮૫, મોનાર્ક નેટવર્થ રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૨૨૧.૯૫, રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૧૫૦.૩૫, એબી કેપિટલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૪૭, એન્જલ વન રૂ.૫૩.૧૫ તૂટીને રૂ.૧૦૯૨.૩૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં મધરસન, ટાટા મોટર્સ, મહિન્દ્રા, આઈશર તૂટયા ; એમઆરએફ રૂ.૧૯૪૫ તૂટયો
વૈશ્વિક નાણા કટોકટીના સંકેત વચ્ચે આજે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૮૬.૬૫ પોઈન્ટ તૂટીને ૨૮૭૩૪.૩૦ બંધ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૩.૧૪ તૂટીને રૂ.૭૯.૮૧, મધરસન સુમી સમવર્ધન રૂ.૧.૭૨ તૂટીને રૂ.૪૭.૩૭, ટાટા મોટર્સ રૂ.૧૩.૩૫ તૂટીને રૂ.૪૨૨.૪૦, ટીવીએસ મોટર રૂ.૨૮.૩૦ તૂટીને રૂ.૧૦૪૫.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૧.૫૫ ઘટીને રૂ.૧૧૯૫.૧૫, આઈશર મોટર્સ રૂ.૭૫.૪૫ તૂટીને રૂ.૩૦૪૦, એમઆરએફ રૂ.૧૯૪૫.૫૦ તૂટીને રૂ.૮૩,૧૮૦, હીરો મોટોકોર્પ રૂ.૫૨.૧૦ ઘટીને રૂ.૨૩૮૭.૧૦, બોશ રૂ.૩૭૭.૬૦ તૂટીને રૂ.૧૮,૦૦૦ રહ્યા હતા.
કન્ઝયુમર શેરોમાં ધોવાણ ; આદિત્ય બિરલા ફેશન, રાજેશ એક્ષપોર્ટસ, ટાઈટન, બ્લુ સ્ટાર, વોલ્ટાસ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ મોટાપાયે વેચવાલી નીકળતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૪૨.૫૭ પોઈન્ટ તૂટીને ૩૭૦૨૧.૪૪ બંધ રહ્યો હતો. આદિત્ય બિરલા ફેશન રૂ.૭.૮૫ તૂટીને રૂ.૨૨૭.૨૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૬૧૦, બ્લુ સ્ટાર રૂ.૨૮.૮૦ ઘટીને રૂ.૧૪૯૧.૩૦, વ્હર્લપુલ રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૧૩૩૩, ટાઈટન રૂ.૪૦.૬૦ ઘટીને રૂ.૨૩૩૪.૭૫ રહ્યા હતા.
મંદી, મંદી, મંદી ; સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ગાબડાં ; ૨૯૧૫ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે સપ્તાહના પ્રથમ દિવસે અપેક્ષિત કડાકો બોલાઈ જવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઈન્વેસ્ટરો, ફંડો, ખેલાડીઓએ ગભરાટમાં આવીને ધૂમ વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૬૯૫ અને ઘટનારની વધીને ૨૯૧૫ રહી હતી.
આઈટી શેરોમાં ગાબડાં ; કંટ્રોલ પ્રિન્ટ, વકરાંગી, રામકો, સાસ્કેન, એમ્ફેસીસ, બ્લેક બોક્સ ગબડયા
આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે અમેરિકા પાછળ ફંડોની મોટાપાયે વેચવાલી નીકળી હતી. રામકો સિસ્ટમ રૂ.૧૨.૪૫ તૂટીને રૂ.૨૨૧.૩૫, કંટ્રોલ સિસ્ટમ રૂ.૨૫.૧૦ ઘટીને રૂ.૪૮૨.૪૫, વકરાંગી રૂ.૧.૦૧ તૂટીને રૂ.૨૦.૮૯, સાસ્કેન ટેકનો રૂ.૩૮.૪૫ તૂટીને રૂ.૭૯૮, બ્લેક બોક્સ રૂ.૩.૯૫ ઘટીને રૂ.૯૭, એમ્ફેસીસ રૂ.૭૬.૯૦ ઘટીને રૂ.૧૯૬૨.૯૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૧૮ તૂટીને રૂ.૪૬૩૧, ઈન્ફોસીસ રૂ.૩૦.૪૫ ઘટીને રૂ.૧૪૪૦.૯૦, ટાટા એલેક્સી રૂ.૧૧૬.૧૦ ઘટીને રૂ.૬૧૩૦.૯૫ રહ્યા હતા.
FPI/FIIની કેશમાં રૂ.૧૫૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી ; ઘૈંૈંની રૂ.૧૪૧૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૫૪૬.૮૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૧૩૫.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૮૨.૧૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૪૧૮.૫૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૭૪૭૬.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૫૭.૯૭ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ એક દિવસમાં જ રૂ.૪.૩૮ લાખ કરોડ ધોવાઈરૂ.૨૫૮.૫૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે સંખ્યાબંધ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઓછા વોલ્યુમે ગાબડાં પડતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપતિ એટલે કે એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૪.૩૮ લાખ કરોડ ધોવાઈ જઈ રૂ.૨૫૮.૫૬ લાખ કરોડ રહી ગયું હતું.