– 2023-24 સરકારી ગ્રાન્ટ સહિત કુલ 1080 કરોડની આવક સામે 1301 કરોડના ખર્ચનો અંદાજઃ
સ્વભંડોળમાંથી રૃા.52.87 કરોડ ખર્ચાશે
સુરત
સુરત
જિલ્લા પંચાયતનું સને ૨૦૨૩-૨૪ નું સરકારી ગ્રાન્ટ તથા દેવા વિભાગ અને સ્વભંડોળ મળીને
અંદાજેલ રૃા.૧૪૯૦ કરોડના બજેટને આજે પ્રમુખ સ્થાનેથી સામાન્ય સભામાં રજુ થતા સર્વાનુંમતે
મંજુર કરાયુ હતુ.આ બજેટમાં પંચાયતના સભ્યોને મળતી ગ્રાન્ટમાં આઠ લાખનો વધારો કરાયો
છે. તો સિંચાઇ, ખેતીવાડી, સમાજ કલ્યાણ
ક્ષેત્રે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઇ હતી.
ચોકબજાર
ખાતે જિલ્લા પંચાયત ભવનમાં મળેલી સામાન્ય સભા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલના
અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં પ્રમુખ સ્થાનેથી નવા વર્ષનું બજેટ રજુ થયુ હતુ.
જેમાં ગત વર્ષ સને ૨૦૨૨-૨૩ ના રૃા.૧૪૬૪ કરોડના સુધારેલ અને ૨૦૨૩-૨૪ નુ રૃા.૧૪૯૦
કરોડનું બજેટ રજુ કર્યુ હતુ. આ બજેટમાંથી આવક
સરકારી ગ્રાન્ટમાંથી ૧૦૦૫ કરોડ,
દેવા વિભાગની ૨૬.૬૭ કરોડ, સ્વભંડોળની ૫૨ કરોડ
મળી કુલ ૧૦૮૦ કરોડની આવક આ વર્ષમાં અંદાજવામાં આવી છે. તેની સામે ૧૦૩૧.૪૨ કરોડ નો
અલગ અલગ વિભાગમાં ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
આ ખર્ચ
પછી પણ પંચાયત પાસે રૃા.૪૫૯ કરોડની સિલક ઉપલબ્ધ રહેશે. આ આવક રજુ થતા સર્વાનુમતે
બજેટ મંજુર કર્યા બાદ પંચાયતના સભ્યો પૈકી અફઝલ પઠાણ, શાસક પક્ષના નેતા
સહિતના સભ્યોએ બજેટને આવકાર્યુ હતુ. જયારે પંચાયતના સ્વભંડોળની સને ૨૦૨૨-૨૩ની ઉઘડતી સિલક રૃા.૯.૨૮ કરોડ અને સને ૨૦૨૩-૨૪ ની અંદાજીત આવક રૃા.૪૯.૧૦ કરોડ
મળીને સ્વભંડોળની કુલ આવક ૫૮.૩૮ કરોડ અંદાજવામાં આવી છે. અને જેની સામે ૫૨.૮૭
કરોડનો ખર્ચ આજની સામાન્ય સભામાં રજુ થયો હતો. સ્વભંડોળની આ આવક સમ્રગ ગુજરાતની
પંચાયતોમાં સૌથી વધુ છે.
જિલ્લા
પંચાયતના તમામ સભ્યોની ગ્રાન્ટમાં રૃા. 8 લાખનો વધારો
સુરત
જિલ્લા પંચાયતના સભ્યોને વિકાસના કામો માટે રૃા.૧૨ લાખની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં
આવી હતી. આ બજેટમાં આ ગ્રાન્ટમાં આઠ લાખનો વધારો કરીને રૃા.૨૦ લાખ ગ્રાન્ટ આપવાનુ નક્કી
કરાયુ છે. આ માટે રૃા.૭.૨૦ કરોડની અલાયદી ગ્રાન્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જિલ્લા
પંચાયતનું છ માળનું નવું ભવન તૈયાર,
બેઝમેન્ટમાં બે ફ્લોર પર 200 કાર, 650 ટુ-વ્હીલરનું પાર્કિંગ
સુરત જિલ્લા
પંચાયતના વેસુ ખાતે ગ્રાઉન્ડ ફલોર પ્લસ છ માળનું અદ્યતન પંચાયત ભવન તૈયાર ગયું છે જે
સંભવતઃ જુનમાં ખૂલ્લું મુકાશે એમ અધ્યક્ષે જણાવ્યુ હતું.નવા ભવનમાં પંચાયતની દરેક શાખાનો
સમાવેશ થઇ જશે. પાર્કિગની સમસ્યાને ધ્યાનમાં રાખીને બે ફલોર બેઝમેન્ટ પાર્કિગ બનાવાયુ
છે. જેમા એક સાથે ૨૦૦ ફોરવ્હીલ અને ૬૫૦ ટુવ્હીલર
પાર્ક થઇ શકશે. ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓષ અધિકારીઓ, કર્મચારીઓની બેઠક વ્યવસ્થા
ઉપરાંત જરૃરી સ્ટોરરૃમ, વેઇટીંગરૃમ કેન્ટીન હોલ, ડાયનીંગ હોલ, લાઇટીંગ, રીફ્રેશમેન્ટ
એરીયાનો પણ સમાવેશ કરાયો છે. આ નવા ભવનમાં અતિઆધુનિક સુવિધાયુકત અને લેટેસ્ટ ઇન્ટરીયર
ફર્નીચર સાથે કોર્પોરેટ પદ્રતિ મુજબનું તેમજ સોલાર રૃફટોપ સિસ્ટમથી સુસજ્જ હશે.
સુત્રોના
જણાવ્યા મુજબ હાલ ખોખું તૈયાર થયું છે,
ફર્નિચરનું કામ જુને કે ઓગસ્ટ સુધીમાં પુર્ણ થશે.