– રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં તૂટયા પછી શેરબજાર ગબડતાં ડોલર ફરી ઉંચકાઈ રૂ.૮૨ની સપાટી કુદાવી ગયો
Updated: Mar 13th, 2023
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં મોટી ઉછળકુદ જોવા મળી હતી. ડોલરના ભાવ રૂપિયા સામે આરંભમાં ઘટયા પછી ઝડપી ઉછળ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૨.૦૬ વાળા આજે સવારે રૂ.૮૧.૭૬ ખુલી નીચામાં ભાવ રૂ.૮૧.૭૨ થયા પછી ભાવ ફરી ઉછળી ઉંચામાં રૂ.૮૨.૨૧થી ૮૨.૨૨ થઈ રૂ.૮૨.૧૨ રહ્યા હતા.
મુંબઈ શેરબજાર આરંભમાં ઉંચી ખુલતા તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટયાના સમાચાર આવતા ઘર આંગણે કરન્સી બજારમાં આરંભમાં ડોલર સામે રૂપિયો ઉછળ્યો હતો. જોકે ત્યારબાદ શેરબજારમાં ફરી કડાકો બોલાતાં કરન્સી બજારમાં બપોર પછી રૂપિયો ફરી ગબડતાં ડોલરના ભાવ નવેસરથી વધી રૂ.૮૨ની સપાટી પાર કરી ગયા હતા. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ાજે ઘટી ૧૦૪ની અંદર ઉતરી ૧૦૬.૩૮ થઈ ૧૦૩.૯૦ આસપાસ રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારના સમાતચાર મુજબ અમેરિકામાં જાણીતી બેન્ક ક્રાઈસીસમાં આવ્યા પછી હવે ત્યાં આગળ ઉપર થનારી વ્યાજ દરની વૃદ્ધી ફેડરલ રિઝર્વ દ્વારા ધીમી પાડવામાં આવસે એવી શક્યતા જાણકારો બતાવતા થયા છે. આના પગલે વિશ્વ બજારમાં આજે ડોલરનોે ગ્લોબલ ઈન્ડેકસ તૂટી ૧૦૪ની અંદર ઉતરી ગયો હતો.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૮.૩૪ થી ૯૮.૩૫ વાળા રૂ.૯૯.૧૩થી ૯૯.૧૪ ખુલી ઉંચામાં ભાવ ૯૯.૩૩થી ૯૯.૩૪ તથા નીચામાં ભાવ રૂ.૯૯.૦૮થી ૯૯.૦૯ થઈ રૂ.૯૯.૧૮થી ૯૯.૧૯ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૮૬.૮૨ થી ૮૬.૮૩ વાળા સવારે રૂ.૮૭.૬૭થી ૮૭.૬૮ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૭.૯૫થી ૮૭.૯૬ તથા નીચામાં રૂ.૮૭.૫૬થી ૮૭.૫૭ થઈ રૂ.૮૭.૬૫થી ૮૭.૬૬ રહ્યા હતા.
જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૧.૪૦થી ૧.૪૫ ટકા ઉછળી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૫૯થી ૦.૬૦ ટકા પ્લસમાં રહી હતી એવું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં ફેડલર રિઝર્વ હવે કેવો વ્યબહ અપનાવે છે તેનાપર બજારના ખેલાડીઓની નજર રહી હતી.