Updated: Mar 13th, 2023
વોશિંગ્ટન, તા. 13 માર્ચ 2023 સોમવાર
અમેરિકન સ્ટેટ કેલિફોર્નિયાની નેશનલ સિટીમાં એક મહિલા ટીચર જેને “ટીચર ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, તે હવે બાળ યૌન શોષણ મામલે 14 આરોપોનો સામનો કરી રહી છે. તેના વિરુદ્ધ એક 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કરવાની ફરિયાદ નોંધાઈ. હવે તે જેલમાં છે. આ મામલો હવે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
‘ટીચર ઓફ ધ યર’ એવોર્ડ જીતનારી શિક્ષિકાને જેલ
મળતી માહિતી અનુસાર આરોપી મહિલા નેશનલ સિટીમાં એક પ્રાથમિક સ્કુલમાં શિક્ષિકા હતી. તે કેલિફોર્નિયાના લિંકન એકર્સ એલીમેન્ટ્રી સ્કુલમાં 6ઠ્ઠા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવતી હતી. અભ્યાસમાં તેમના શ્રેષ્ઠ યોગદાનને જોતા તેમને તાજેતરમાં જ ટીચર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ત્યારે તેણે કહ્યુ હતુ કે બાળકો માટે ચેમ્પિયન બનવુ મહત્વનું છે ત્યારે સૌએ તેમની પ્રશંસા કરતા તાળીઓ વગાડી હતી.
જે બાદ શિક્ષિકા વિરુદ્ધ ગંભીર મામલે ફરિયાદ નોંધાઈ. પોલીસે નજર રાખવાનું શરૂ કર્યુ ત્યારે સત્ય સામે આવ્યુ બાદમાં શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી અને તેને કાઉન્ટી જેલમાં બંધ કરી દેવાઈ.