Updated: Mar 13th, 2023
– બોલેરોમાંથી 78 નંગ દારૂની બોટલો મળી આવી
– 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ
સાયલા : સાયલાના ધજાળા ગામમાંથી બોલેરો કારમાં લઈ જવાતો રૂપિયા ૨૭ હજારનો ૭૮ નંગ બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. અન્ય ૩ વ્યક્તિઓને આ ઘટના સંદર્ભે પોલીસ શોધી રહી છે.
સાયલા તાલુકાના ધજાળા ગામથી આગળ ગરાંભડી ગામના રંગપરામાં જવાના રસ્તા ઉપર ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રવિ ભવાનભાઈ સબાડ રહે. કોઠારીયા-રાજકોટ અને દિપક હમીરભાઈ બોરસાણીયા રહે. વગડીયા થાન બોલેરો કાર લઈને પસાર થતાં હતા ત્યારે તેમને રોકી ચેકિંગ કરતાં તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૭૮ જેની કિંમત ૨૭,૨૨૨ બલેનો કાર જેની કિંમત ૧,૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ ૨ જેની કિંમત ૩,૫૦૦ મળી કુલ મુદ્દા માલ ૧,૮૦,૭૨૨ પકડી પાડી તેના વિરુદ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે રામજીભાઈ વિભાભાઈ કોરી રહે. ગરાભડી તાલુકો સાયલા, સાહિલભાઈ મુસલમાન રહે. હુડકો ચોકડી રાજકોટ, મુકેશભાઈ ધીરુભાઈ વાઘેલા રહે. વેલનાથ પરા રાજકોટને પકડવાના બાકી હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.