ઉત્તર પ્રદેશ પોલીસના અમદાવાદમાં ધામા : ઉમેશ પાલ હત્યાકાંડને લઈ સાબરમતીમાં UP પોલીસનું ઓપરેશન
સાબરમતી જેલમાં બંધ માફિયા અતિકના શુટર્સ અમદાવાદ પહોંચ્યા હોવાની બાતમી પરથી કાર્યવાહી
Updated: Mar 13th, 2023
અમદાવાદ, તા.13 માર્ચ-2023, સોમવાર
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટી (BSP) તત્કાલિન ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવાના કાવતરાનું પગેરું છેક ગુજરાતમાં અમદાવાદ સુધી પહોંચી ગયું છે. આ હત્યાકાંડની વધુ તપાસ કરવા ઉત્તર પ્રદેશની પોલીસ અમદાવાદ આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને ગુજરાત ATSની ટીમ દ્વારા સાબરમતીમાં ઉત્તર પ્રદેશના માફીયા ડોન અતિક અહેમદના કેટલાક શુટર્સ છુપાયા હોવાની બાતમીના આધારે એક ઓપરેશન શરૂ કરી દીધું છે. જોકે એટીએસના અધિકારીઓ અતીકના ઓપરેશનમાં સમર્થન આપતા નથી.
અતિકના સાથી બલુ પંડિતની ધરપકડ
ઓપરેશન હેઠળ અહીં અતિક અહેમદના એક સાથી બલુ પંડિતની ધરપકડ કરાઈ છે. તો સાબરમતી ક્ષેત્રમાં અતિત ગેંગના હજુ કેટલાક શાર્ટ શુટર છે, તેની તપાસ ચાલી રહી છે. સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિતા અતિક અહેમદના કેટલાક સભ્યો અમદાવાદ પહોંચ્યા હોવાની, અહીં એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો હોવાની તેમજ આ ગેંગના અન્ય સભ્યો પણ અમદાવાદ આવી રહ્યા હોવાની માહિતીના આધારે ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે તપાસ અર્થે અમદાવાદ આવી હતી.
ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે ગુજરાત એટીએસની મદદથી સાબરમતીમાં ઓપરેશન પાર પાડી અતિત ગેંગનો સભ્ય બલુ પંડિતની ધરપકડ કરી છે. તો પોલીસ દ્વારા અન્ય સભ્યોની પણ તપાસ શરૂ કરાઈ છે. હાલ માફિયા અતિક અહેમદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત સામે આવી છે કે, અતિક અહેમદ જેલમાંથી જ તેના શુટરો સાથે ફેસ-ટાઈપ એપના માધ્યમથી સંપર્ક કરતો હતો.
5 વર્ષ પહેલા દેવરીયાથી સાબરમતી જેલ મોકલાયો હતો
22 એપ્રિલ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને દેવરિયા જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. લખનૌના રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં અતીક સમક્ષ લાવવા અને ત્યાં મારપીટ કરવામાં આવી હોવાના આરોપોને પગલે કોર્ટે આ આદેશ આપ્યો હતો. ત્યારબાદ જૂન 2019માં માફિયાને સાબરમતી જેલમાં ખસેડાયો હતો.