ટેસ્ટમાં ત્રણ વર્ષના લાંબા સમય બાદ કોહલીએ સદી ફટકારી
વિરાટ કોહલીની સદીથી ફેન્સ ખુશ થયા હતા
Updated: Mar 14th, 2023
Image : twitter |
અમદાવાદ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ 186 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વર્ષના લાંબા સમય બાદ વિરાટના બેટથી સદી આવી હતી. આ સદીથી ફેન્સ ખુબ ખુશ થયા હતા. આ શાનદાર ઈનિંગના કારણે વિરાટને “પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ પણ મળ્યો હતો. આ પ્લેયર ઓફ ધ મેચ સાથે વિરાટે પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો છે. આ પહેલા વિશ્વમાં કોઈપણ ખેલાડીએ આ રેકોર્ડ બનાવ્યો નથી.
વિરાટ આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી
વિરાટ કોહલી ત્રણેય ફોરમેટમાં 10 કે તેથી વધુ વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ વિરાટનો 10મો એવોર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત વનડેમાં 38 અને T20માં 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા છે. વિરાટના નામે કુલ 63 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. આમ તે વિશ્વમાં સચિન તેન્ડુલકર પછી સૌથી વધુ છે. સચિન તેન્ડુલકરના નામે 664 મેચોમાં 76 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સામેલ છે.
વિશ્વમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ મેળવનાર ક્રિકેટર
પ્લેયર | કુલ મેચ |
MoM | Test |
ODI |
T20I |
સચિન તેન્ડુલકર | 664 | 76 | 14 | 62 | 00 |
વિરાટ કોહલી | 494 | 63 | 10 | 38 | 15 |
સનથ જયસુરિયા | 586 | 58 | 04 | 48 | 06 |
જૈક કાલિસ | 519 | 57 | 23 | 32 | 02 |
કુમાર સંગાકારા | 594 | 50 | 16 | 31 | 03 |
રિકી પોન્ટિંગ | 560 | 49 | 16 | 32 | 01 |
શાહિદ આફરીદી | 524 | 43 | 00 | 32 | 11 |
બ્રાયન લારા | 430 | 42 | 12 | 30 | 00 |
વિવિયન રિચર્ડસ | 308 | 41 | 10 | 31 | 00 |
અરવિંદ ડીસિલ્વા | 401 | 41 | 11 | 30 | 00 |