OCUS ડીલ હેઠળ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનની મદદથી 8 સબમરીન ખરીદશે
ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર સબમરીન ઓપરેટ કરનાર વિશ્વનો સાતમો દેશ બનશે
Updated: Mar 14th, 2023
Image: Twitter |
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને જાપાનથી ઓસ્ટ્રેલિયા સુધી વિસ્તાર વધારતી ચીની ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. OCUS ડીલ હેઠળ ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનની મદદથી 8 સબમરીન ખરીદવા જઈ રહ્યું છે. આ માટે ઓસ્ટ્રેલિયા આગામી ત્રણ દાયકામાં $368 બિલિયન ખર્ચ કરશે. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ, યુએસ પ્રમુખ જો બિડેન અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનાકે આજે જાહેરાત કરી હતી કે, આ તમામ પરમાણુ સંચાલિત સબમરીન ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બનાવવામાં આવશે. આ ડીલ બાદ ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર સબમરીન ઓપરેટ કરનાર વિશ્વનો સાતમો દેશ બની જશે.
The United States, Australia and Britain unveiled a nuclear-powered submarine plan for Australia, a major step involving investment of hundreds of billions of dollars aimed at countering China”s Indo-Pacific ambitions https://t.co/kLRQob0bbC pic.twitter.com/eXC8c1lE6X
— Reuters (@Reuters) March 14, 2023
OCUSમાં સામેલ આ ત્રણેય દેશ ‘કોલ્ડ વોર મેન્ટાલિટી’ને પ્રોત્સાહન આપી રહ્યા છે: ચીન
ચીને કહ્યું છે કે, તે આ પરમાણુ સબમરીન ડીલનો સખત વિરોધ કરે છે. OCUSમાં સામેલ આ ત્રણેય દેશ ‘કોલ્ડ વોર મેન્ટાલિટી’ને પ્રોત્સાહન આપી રહ્યા છે જેના કારણે આ ક્ષેત્રમાં ખતરો વધી રહ્યો છે. તેની સામે ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સબમરીન ચોક્કસપણે પરમાણુ શક્તિ પર ચાલશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પરમાણુ બોમ્બ સાથે કોઈ મિશનની યોજના બનાવી છે. સબમરીન ડીઝલ-ઇલેક્ટ્રિક અથવા પરમાણુ સંચાલિત હોઈ શકે છે, જેમાંથી પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકાય છે. બિડેને ગઈકાલે ભારપૂર્વક કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની સબમરીનમાં કોઈ પરમાણુ બોમ્બ હશે નહીં. છતાં પણ ઓસ્ટ્રેલિયા શા માટે પરમાણુ સબમરીન મેળવવા માંગે છે, તેની પાછળ એક મોટું કારણ છે.
શા માટે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન કરતા ન્યુક્લિયર એનર્જી સબમરીન?
ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન ડીઝલ એન્જિનથી સજ્જ છે જે ઇલેક્ટ્રિક મોટરને ઊર્જા આપે છે જેથી સબમરીન સરળતાથી પાણીમાં નેવિગેટ કરી શકે. પરંતુ એન્જિન ચલાવવા માટે જરૂરી ઉર્જાનો જંગી જથ્થો સબમરીન માટે ઇંધણ ભરવા માટે નિયમિત અંતરાલે સપાટી પર પાછું આવવું જરૂરી બનાવે છે. જ્યારે સબમરીન ઊંડા સમુદ્રમાંથી બહાર આવે છે ત્યારે તેને પારખવું સરળ બને છે અને ઘાતક હથિયારોની મદદથી તેને નષ્ટ કરી શકાય છે. બીજી તરફ, ન્યુક્લિયર એનર્જીથી ચાલતી સબમરીન ઘણા મહિનાઓ સુધી સરળતાથી પાણીમાં ઊંડે રહી શકે છે અને તેને બહાર આવાની જરૂર રહેતી નથી.