ધો.૧૨ સાયન્સમાં ફિઝિક્સમાં એવરેજ સ્ટુડન્ટ મુંઝાયા
૨૩ હજારથી વધુ ગેરહાજર ઃ ગેરરીતિના ૩ કેસ નોંધાયા
Updated: Mar 14th, 2023
અમદાવાદ
ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા આજથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો
છે.સવાર અને બપોરના સેશનોની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં શરૃ થઈ હતી અને આજની પ્રથમ
દિવસની પરીક્ષાઓમાં કોઈ પણ અચ્છનીય ઘટના બની નથી. પ્રથમ દિવસના પેપરો એકંદરે સરળ રહેતા
વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી હતી. જ્યારે આજે ધો.૧૦ અને ૧૨માં કુલ મળીને ૩ કોપી
કેસ-ગેરરીતિ કેસ નોંધાયા છે.જેમાં ધો.૧૦માં વડોદરાના એક સેન્ટરમાંથી અને ધો.૧૨ સાયન્સમાં
પણ વડોદરાના એક સેન્ટરમાંથી મોબાઈલ સાથે વિદ્યાર્થી પકડાયા હતા.
ધો.૧૦ અને
૧૨ની બોર્ડ પરીક્ષમાં આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં ગુજરાતી,હિન્દી,
અને અંગ્રેજી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા હતી.જેમાં ૭૯૪૦૦૪
વિદ્યાર્થીઓમાંથી ૭૭૪૩૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૯૬૬૦ ગેરહાજર રહ્યા
હતા અને ધો.૧૨ના સહકાર પંચાયતના પેપરમાં ૯૬૧માંથી ૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ફીઝિક્સની પરીક્ષા હતી.જેમાં ૧૨૭૦૭૧ વિદ્યાર્થીમાંથી
૧૭૮૫ ગેરહાજર રહ્યા હતા. બપોરના જ સેશનમાં ધો.૧૨ સા.પ્ર.માં એકાઉન્ટ વિષયની
પરીક્ષા હતી.જેમાં ૨૨૭૧૯૧ વિદ્યાર્થીમાંથી ૨૩૪૦ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.આજે
પ્રથમ દિવસે રાજ્યના કોઈ પણ સેન્ટરમાં કોઈ મોટી ઘટના બની ન હતી.એકંદરે શાંતિપૂર્ણ
માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. પ્રથમ દિવસના તમામ પેપરો એકંદરે સરળ રહ્યા
હતા.જેમાં ધો.૧૦માં ભાષાના પેપરોમાં ખાસ
કરીને ગુજરાતી વિષયનું પેપર ખૂબ જ રહ્યુ હતું.
જ્યારે ધો.૧૨ સાયન્સમાં ફીઝિક્સનું
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ મધ્યમથી સરળ કહી શકાય તેવુ હતુ. ખૂબ જ હોશિંયાર અને
વર્ષ દરમિયાન સારી મહેનત કરી હોય તેવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી ન હતી. પરંતુ
એવરેજ વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ હતુ અને એમસીક્યુ અટપટા લાગ્યા
હતા.એવરેજ વિદ્યાર્થીઓ પુરુ પેપર લખી શક્યા ન હતા.૧૨ સા.પ્ર.માં એકાઉન્ટનું પેપર
પણ એકંદરે સહેલુ રહ્યુ હતું. એકાઉન્ટ વિષયના નિષ્ણાંત શિક્ષક દિક્ષિતે જણાવ્યું કે
આ વર્ષે પેપર સ્કીમ બદલવામા આવી હતી અને જે મુજબ જ આખુ પેપર હતું. વિદ્યાર્થીઓને
કોરોનામાં લખવાની પ્રેક્ટિસ ઓછી થતા પેપર થોડું લેન્ધી લાગ્યુ હતું. બે વર્ષ પહેલા માસ પ્રમોશનને લીધે આ વર્ષે ધો.12ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પેપરો
એકંદરે પુસ્તક આધારીત જ રહ્યા હતા અને
પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓએ રાહત અનુભવી હતી. આજે પ્રથમ દિવસે સમગ્ર
રાજ્યમાં કુલ ત્રણ ગેરરીતિ કેસ નોંધાયા છે.જેમાં ધો.૧૦માં વડોદરામાંથી એક
વિદ્યાર્થિની મોબાઈલ સાથે પકડાઈ હતી પરંતુ આ મોબાઈલ સાદો હતો અને ભૂલથી તે લઈ આવી
હતી. જ્યારે ધો.૧૨ સાયન્સમાં વડોદરામાંથી એક વિદ્યાર્થી સ્માર્ટ ફોન સાથે પકડાયો
હતો અને ભરૃચમાં એક વિદ્યાર્થી કાપલીઓ સાથે પકડાયો હતો.