131 દેશોનો ડેટા 30,000 થી વધુ સરકારી અથવા બિન-સરકારી સંચાલિત ગ્રાઉન્ડ-આધારિત મોનિટરમાંથી લેવામાં આવ્યો
PM 2.5નું સ્તર ઘટીને 53.3 માઇક્રોગ્રામ/ક્યુબિક મીટર થઈ ગયું
Updated: Mar 14th, 2023
તાજેતરમાં રજૂ કરવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટીના અહેવાલ મુજબ 2022માં ભારત વિશ્વનો આઠમો સૌથી પ્રદૂષિત દેશ બન્યો છે. જે પહેલાના વર્ષમાં ભારતનો ક્રમાંક 3 સ્થાન ઉપર પાંચમાં ક્રમે હતું. અહેવાલ અનુસાર PM 2.5નું સ્તર ઘટીને 53.3 માઇક્રોગ્રામ/ક્યુબિક મીટર થઈ ગયું છે, જે હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત મર્યાદા કરતાં 10 ગણું વધારે છે.
ભારતના 100 શહેરોમાં વિશ્વના 7 હજાર 300 શહેરો કરતા વધુ પ્રદૂષણ
આ 131 દેશોનો ડેટા 30,000 થી વધુ સરકારી અથવા બિન-સરકારી સંચાલિત ગ્રાઉન્ડ-આધારિત મોનિટરમાંથી લેવામાં આવ્યો છે. આ મુજબ ભારતના 100 શહેરોમાં વિશ્વના 7 હજાર 300 શહેરો કરતા વધુ પ્રદૂષણ છે. 2.5 PM પ્રદૂષણના 20 થી 35 ટકા માત્ર પરિવહનને કારણે થાય છે. આ ઉપરાંત ઉદ્યોગ, કોલસા બર્નિંગ પ્લાન્ટ્સ અને બાયોમાસ પ્લાન્ટ્સ પ્રદૂષણ માટેના અન્ય સ્ત્રોત છે. તમને જણાવી દઈએ 2021ના રિપોર્ટમાં દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર હતું. આ વર્ષના રિપોર્ટમાં દિલ્હી અને નવી દિલ્હીને બે અલગ-અલગ શહેર ગણવામાં આવ્યા છે. આ વર્ષે પણ બંને શહેરો ટોપ 10ની શ્રેણીમાં સામેલ છે.
દિલ્હીમાં પ્રદૂષણમાં 8 ટકાનો સુધારો જોવા મળ્યો
ગયા વર્ષની સરખામણીમાં ગુરુગ્રામમાં 34 ટકા, દિલ્હીની પાસે આવેલ ફરીદાબાદમાં 21 ટકાનો સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ દિલ્હીમાં 8 ટકાનો સુધારો જોવા મળ્યો છે. પરંતુ હજુ પણ આ શહેરોમાં પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતા વધારે છે.