13મી તારીખે બપોરના સમયે કચ્છના બેલા ખાતે 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો
Updated: Mar 14th, 2023
અમદાવાદ, 14 માર્ચ 2023 મંગળવાર
ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છ અને અમરેલીમાં વારંવાર ધરા ધૃજી રહી છે. ત્યારે આજે આજે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કેવડીયાથી માત્ર 5કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
કચ્છમાં પણ 13 માર્ચે ભૂકંપ આવ્યો હતો
13મી તારીખે બપોરના સમયે કચ્છના બેલા ખાતે 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ પહેલા 11મી માર્ચે એટલે કે બે જ દિવસ પહેલા ગીર સોમનાથમાં પણ ઉના વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે જ દિવસે કચ્છના દૂધઈ ખાતે 2.8નો ભૂકંપ અનુભવાયો હતો. તેના એક દિવસ પહેલા કચ્છના ભચાઉમાં 3.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી હતી. તે અગાઉ 8મી માર્ચે કચ્છમાં બપોરે 3.8ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો.
માર્ચ મહિનામાં જ પાંચ વખત ભૂકંપ આવ્યો
ઉપરાંત 4 માર્ચે પણ કચ્છમાં સવારે 10.49 કલાકે 3.8ની તીવ્રતાથી ધરા ધ્રુજી ઉઠી હતી. મતલબ કે આ માર્ચ મહિનામાં જ પાંચ વખત લોકો ભૂકંપને અનુભવી ચુક્યા છે. આ અગાઉ અમરેલીના મીતિયાળા ખાતે તો દર થોડા દિવસે ભૂકંપના આંચકાઓથી લોકો એટલા ભયભીત થયા હતા કે કડકડતી ઠંડીમાં પણ તેઓએ ઘરની બહાર સુઈ રહેવાની ફરજ પડી હતી.