આ આયોજનમાં મહિલાઓને પણ ખાસ ભાગીદારી કરવામાં આવશે
દેવી- દેવતાના મંદિર, શક્તિપીઠોમાં દુર્ગા સપ્તમી પાઠ, જાગરણ તેમજ અખંડ રામાયણના પાઠનું આયોજન
Updated: Mar 14th, 2023
Image Twitter |
ઉત્તર પ્રદેશ, તા. 14 માર્ચ 2023, મંગળવાર
આગામી ચૈત્ર નવરાત્રી પર દુર્ગા સપ્તમી અને રામનવમી પર યોગી સરકાર અખંડ રામાયણના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ સરકાર તરફથી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં દેવી- દેવતાના મંદિર, શક્તિપીઠોમાં દુર્ગા સપ્તમી પાઠ, જાગરણ તેમજ અખંડ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે. અને તેના માટે જીલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ દેવી આયોજન માટે એક સમિતિની રચના કરવામાં આવશે. યોગી સરકાર આ સાંસ્કૃતિક આયોજનો બદલ દરેક જીલ્લાને એક એક લાખ રુપિયા આપશે. આ સાથે યુપી સરકારે દરેક જીલ્લા વિકાલ અધિકારીઓને દેવી-દેવતાના મંદિર અને શક્તિપીઠોમાં કલાકારો પસંદગી અને સમિતિ રચવા માટે સુચના આપવામાં આવી છે.
21 માર્ચ સુધીમા આ તૈયારીઓ પુર્ણ કરવાની સુચના
એક માહિતી અનુસાર આ આયોજન જીલ્લા, તાલુકા અને બ્લોક કક્ષાએ કરવામાં આવશે. આ આયોજનમાં મહિલાઓને ખાસ ભાગીદારી કરાવવા માટે ખાસ બેઠક કરવામાં આવી હતી. યોગી સરકારે જીલ્લાના અધિકારીઓને 21 માર્ચ સુધીમા આ તૈયારીઓ પુર્ણ કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
એક એક લાખ રુપિયા સકાર તરફથી આપવામાં આવશે
સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો સ્થાનિક કલાકારોને સ્થાન આપવામાં આવશે. અને તેના માટે જે ખર્ચ થશે તે સરકાર તરફથી કરવામાં આવશે. અને તેના માટે સરકાર તરફથી એક એક લાખ રુપિયા આપવામાં આવશે. આ માટે રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓ નિયુક્ત કરવામા આવશે.