Updated: Mar 14th, 2023
સતત બીજા દિવસે વીજ દરોડા ચાલુ રહ્યા
જૂનાગઢ સર્કલ હેઠળ ૧૦ માસમાં પ.૭૧ કરોડની વીજચોરી ઝડપાઈ
વેરાવળ: પીજીવીસીએલ દ્વારા વીજચોરીનું દૂષણ ડામવા પ્રભાસપાટણ, કોડીનાર, ઉના વિસ્તારના ગામોમાં સતત બીજા દિવસે વીજ ચેકિંગ ચાલુ રાખીને આજે ૧પ૪ સ્થળેથી ર૩.પ૮ લાખની વીજચોરી ઝડપી લેવામાં સફળતા સાંપડી હતી.
તેમાં કોડીનાર, ઉનાના ગામડાઓમા ૩૦ ટુકડીઓના વીજ ચેકિંગમાં ૭૮ સ્થળેથી ૧૧.૬૩ લાખની ગેરરીતિઓ ઝડપાઈ હતી.
આ ઉપરાંત વેરાવળ વિભાગી કચેરી હેઠળની પ્રભાસપાટણ, સુત્રાપાડા તેમજ પ્રાંચી પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.રા.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ર૮ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૦૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી ૭૬ વીજજોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.૧૧.૯પ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-રરથી જાન્યુઆરી-ર૩ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ર૬૬ર૯ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ર૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂા.૭પ૧.૧ર લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જયારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોકત સમયગાળા દરમિયાન કુલ પ૬૯૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭પ૮૪ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રુા.૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.