મસ્જિદ સરકારની લીઝવાળી જમીન પર આવેલી છે અને આ લીઝ ૨૦૦૨માં જ રદ કરી દેવામાં આવી હતી
સુપ્રીમે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
Updated: Mar 13th, 2023
લખનઉ,
તા. ૧૩
અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બનેલી મસ્જિદને હટાવવા માટે સુપ્રીમ
કોર્ટે ત્રણ માસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના એ નિર્ણયને
યોગ્ય ઠેરવતા આ આદેશ આપ્યો છે જેમાં તેના પોતાના પરિસરમાં મસ્જિદ હટાવવા જણાવ્યું
હતું.
કોર્ટે વકફ મસ્જિદ હાઇકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ
બોર્ડની તરફથી દાખલ અરજીઓને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે તમને મસ્જિદ
હટાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે.
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે
જણાવ્યું હતું કે જો તમે ત્રણ મહિનાની અંદર મસ્જિદને હટાવતા નથી તો ઓથોરિટીને છૂટ
હશે કે તે તેને તોડી પાડે.
આ ઉપરાંત બેન્ચે અરજકર્તાઓને એ પણ પરવાનગી આપી છે કે ઉત્તર
પ્રદેશ સરકાર પાસે મસ્જિદ માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવવાની માગ કરે. બેન્ચે
જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નિયમ પ્રમાણે તમારી માગ પર વિચાર કરી શકે છે.
બેન્ચે જણાવ્યું હતું કે હાઇકોર્ટ પરિસરમાં સ્થિત મસ્જિદ સરકારની
લીઝવાળી જમીન પર આવેલી હતી. તેની લીઝ ૨૦૦૨માં જ રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ
૨૦૦૪માં આ જમીન હાઇકોર્ટને આપી દેવામાં આવી હતી જેથી તેઓ પોતાના પરિસરનો વિસ્તાર
કરી શકે.
હાઇકોર્ટે ૨૦૧૨માં જ પોતાની જમીન પરત માગી હતી.આ જમીન પર
મસ્જિદનો કોઇ અધિકાર નથી. મસ્જિદના પક્ષમાં બોેલતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે
અલ્લાહાબાદ હાઇકોર્ટની ઇમારત ૧૮૬૧માં તૈયાર થઇ હતી. ત્યારબાદથી જ મુસ્લિમ વકીલ, કલાર્ક અને
કલાયન્ટ ઉત્તરી ખૂણામાં શુક્રવારે નમાઝ પઢતા હતાં. જો કે ત્યારબાદ આ જગ્યા પર
જજોના ચેમ્બર બની ગયા હતાં.