– ઝવેરી બજારમાં વિશ્વ બજાર પાછળ તોફાની તેજીએ વેગ પકડયો
– સોનામાં હવે રૂા. ૬૦,૦૦૦ તથા ચાંદીમાં રૂા. ૭૦,૦૦૦ પર નજર : પ્લેટીનમ વધી ૧૦૦૦ તથા પેલેડીયમ વધી ૧૫૦૦ ડોલર
Updated: Mar 14th, 2023
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી વેગથી આગળ વધી હતી. વિશ્વ બજારની તેજી તથા ઘર આંગણે કરન્સી બજારમાં રૂપિયાની પીછેહટ વચ્ચે સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડોલર વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો પવન સતત ફૂંકાતો જોવા મળ્યો હતો.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ગ્રામના વધુ રૂા. ૧૦૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂા. ૫૯૩૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૯૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂા. ૨૫૦૦ ઉછળી રૂા. ૬૭ હજારને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૯૭થી ૧૮૯૮ વાળા ઉંચામાં ૧૯૧૪થી ૧૯૧૫ થઇ ૧૯૦૮થી ૧૯૦૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં વિવિધ બેંકો નાણાંકીય કટોકટીમાં આવતા વૈશ્વિક સ્તરે સોનામાં ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંશના ૨૧.૩૯થી ૨૧.૪૦ વાળા ઉંચામાં ૨૧.૯૧થી ૨૧.૯૨ થઇ ૨૧.૭૪થી ૨૧.૭૫ ડોલર રહ્યા હતા.
પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૮થી ૯૮૯વાળા ઉંચામાં ૧૦૦૩થી ૧૦૦૪ તથા નીચામાં ૯૮૦થી ૯૮૧ થઇ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૩૯૭થી ૧૩૯૮ વાળા આજે ઉછળી ઉંચામાં ૧૫૧૬ થઇ ૧૫૧૨થી ૧૫૧૩ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૭ ટકા નરમ રહ્યા હતા.
મુંબઇ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૭૪૦ વાળા રૂા. ૫૭૫૪૧ થઇ રૂા. ૫૭૩૭૪ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૯૬૮ વાળા રૂા. ૫૭૭૭૨ થઇ રૂા. ૫૭૬૦૫ રહ્યા હતા.
મુંબઇ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂા. ૬૩૬૬૬ વાળા આજે વધી રૂા. ૬૬૬૨૧ થઇ રૂા. ૬૬૧૭૬ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ એકંદરે મક્કમ હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૭૨.૮૨ વાળા ઉંચામાં ૭૪.૯૦ થઇ ૭૩.૨૭ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૭૮.૮૯ વાળા ઉંચામાં ૮૦.૯૨ થઇ ૭૯.૪૪ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેબુ્રઆરીનો ફૂગાવાનો વૃદ્ધી દર ૦.૫૦ ટકા આવ્યો હતો જે જાન્યુઆરીમાં ૦.૬૦ ટકા આવ્યો હતો.