સુરત, તા. 14 માર્ચ 2023 મંગળવાર
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે પછી તે ડોક્ટરોનો વિવાદ હોય કે પછી સર્વન્ટોનો વિવાદ હોય. એમાં ફરી એકવાર સિવિલ હોસ્પિટલ સર્વન્ટોની અછત અને મેડિસિન વિભાગના રેસીડન્ટ તબીબોની ઓન ડ્યુટી સીએમઓ સાથેના ઉદ્ધતાઈપૂર્વકનાં વર્તનના કારણે ફરી વિવાદમાં આવી છે.
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં અંદરનાં વિવાદનો વંટોળ ચગડોળે ચડ્યો છે. સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગતરોજ રાત્રે ઓપીડીમાં 120 જેટલા કેસો આવ્યા હતા, જેમાંથી 30 કેસો એમ એલ સી ના હતા અને ડ્યુટી પર માત્ર ચાર જ સર્વન્ટ હતા. જેમાંથી એક સર્વન્ટ કેવલ ઉપાધ્યાય દર્દીને મૂકીને પરત આવતા હતા તે સમયે પગ સ્લીપ થઈ ગયો હતો અને તેના કારણે તેમને માથાને હાથ પગના ભાગે ઇજા થતા ત્રણ મહિનાનો ખાટલો આવ્યો હતો.
બીજી તરફ ફરજ પર હાજર રેસીડન્ટ દ્વારા પણ ઓન ડ્યુટી મહિલા સીએમઓ જોડે એમએલસી દર્દીઓને લઈને તોછડાઈભર્યું અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું હતું જેના કારણે મહિલા સીએમઓની હાલત રડવા જેવી થઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે તહેવારોની સિઝન હોય અથવા રાત્રી નો સમય હોય ત્યારે મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે.
સર્વન્ટોની અછત અને મેડિસિન વિભાગના રેસીડન્ટ તબીબોના મહિલા CMO સાથે ગેરવર્તન બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ#Surat #SuratNewCivilHospital #Controversy pic.twitter.com/EiNg7NcQ5b
— Gujarat Samachar (@gujratsamachar) March 14, 2023
ટ્રોમા ઓપીડી મુજબ જોવામાં આવે તો 20 જેટલા સર્વન્ટો હોવા જોઈએ. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા ઓપીડીમાં 10 જ સર્વન્ટ હોવા જોઈએ. તેની સામે 8 સર્વન્ટોથી જ કામ ચલાવવામાં આવે છે. પરંતુ મોટાભાગે રાત્રિ દરમિયાન 8 માંથી પણ 4 થી 5 જ સર્વન્ટો હાજર હોય છે. જો ક્યારેક અનડીટેક્ટ કે અનનોન પેશન્ટ આવે તો તેની પાછળ બે સર્વનતો એ રોકાવું પડતું હોય છે.
બીજી તરફ દરેક પેશન્ટના એક્સરે અને સોનોગ્રાફી પણ કરાવવાના હોવાથી સર્વન્ટોની અછત સર્જાતી હોય છે. આવા સમયે સિવિલમાં ઘણી વખત મોટી બબાલો પણ થતી હોય છે. ગતરોજ સર્વન્ટોના અછતના કારણે બનેલી ઘટનામાં એક સર્વન્ટને ત્રણ મહિનાનો ખાટલો આવ્યો હતો તો બીજી તરફ સી.એમ.મો દ્વારા પણ વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોટાભાગે આર.એમ.ઓ ના ફોન બંધ આવે છે તો બીજી તરફ જે મુકાદમ દ્વારા સર્વન્ટો સપ્લાય કરવામાં આવે છે તેઓ પણ રાત્રે ફોન રિસીવ નથી કરતા.
સમગ્ર બાબતમાં મહત્વનો મુદ્દો ગણાતો ચોથા વર્ગના કર્મચારઓનાં પગારનો છે. થોડા સમય પહેલા જ ચોથા વર્ગના કર્મચારીઓ પગારના મુદ્દાને લઈને હડતાળ પર ઉતર્યા હતા ,ત્યારે તેઓને બાહેંધરી આપવામાં આવી હતી કે 10 તારીખ સુધી તેઓનો પગાર રેગ્યુલર થઈ જશે. પરંતુ 10 તારીખની ઉપર ચાર દિવસ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી નો પગાર થયો નથી ,જેથી ઘણીવાર સરવંટોને ઘરેથી સિવિલ હોસ્પિટલ સુધી આવવાના પૈસા પણ હોતા નથી અને તેઓ ડોક્ટર પાસે પૈસા ની માંગણી કરતા રહે છે.
સિવિલ હોસ્પિટલમાં ત્રીજા વર્ગના કર્મચારી અને ચોથા વર્ગના કર્મચારીઓને જરૂરિયાત મુજબ સપ્લાય કરવાનું કામ સરકારે વિશ્વા નામની એજન્સી ને આપ્યું છે. પરંતુ આ વિશ્વા એજન્સી દ્વારા જરૂરિયાત મુજબ માણસોની સપ્લાય કરવામાં આવતી નથી. જ્યારે આ એજન્સીના મુકાદમને વાત કરવામાં આવે છે કે ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ સીધો જવાબ આપતા નથી અને તેઓના મુકાદમ ફોન પણ ઉંચકતા નથી. જે પ્રમાણે માણસો હાજરી પત્રકમાં બતાવવામાં આવે છે તે પ્રમાણેના માણસો ડ્યુટી પર હાજર હોતા નથી તેના કારણે ઘણી વખત મોટી સમસ્યાઓ સર્જાય છે. રાત્રિ દરમિયાન મહિલા પેશન્ટ આવે ત્યારે મહિલા સર્વરંટો ની હાજરી પણ હોતી નથી ત્યારે મહિલા દર્દીને લઈ જવામાં ઘણી તકલીફો આવે છે.
છેલ્લા ઘણા સમયથી ઓન ડ્યુટી હાજર સીએમઓ સાથે મેડિસિન વિભાગના રેસીડન્ટ દ્વારા તોછડાઈભર્યું વર્તન અને અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જે અંગે પણ વારંવાર સી.એમ.ઓ દ્વારા રજૂઆતો કર્યા હોવા છતાં તેનો પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ખાસ કરીને મેડિસિન વિભાગના રેસીડેન્ટ ડોકટરો દ્વારા મેડિસિન વિભાગ ના એચ.ઓ.ડી ભટ્ટ સાહેબના નામે દમ મારતા હોય છે.
ખાસ કરીને જ્યારે દર્દીઓને દાખલ કરવાની વાત આવે છે ત્યારે મેડિસિન વિભાગના રેસીડન્ટ દ્વારા આના કારણે કરવામાં આવતી હોય છે જેમાં મેડિસિન વિભાગના રેસીડેન્ટ તબીબો ડોક્ટર મંથન અને સંકેત નામો વધુ ચર્ચાઈ રહ્યા છે. ઓન ડ્યુટી મહિલા સીએમઓ સાથે પણ તેઓ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે અને ઘણીવાર મહિલા સીએમઓ ની હાલત રડવા જેવી પણ થઈ ગઈ હોવાની ફરિયાદો આવી છે.