– વિશ્લેષકો માને છે કે યુએસમાં ફુગાવો હજુ પણ સામાન્ય સ્તરથી ઉપર હોવાથી મંદીનું જોખમ યથાવત
Updated: Mar 14th, 2023
વોશિંગ્ટન : વિશ્લેષકો કહે છે કે યુએસ ફેડરલ રિઝર્વ યુએસમાં સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં કટોકટી હોવા છતાં તેના દર વધારાના ચક્રને સમાપ્ત કરી શકશે નહીં, જો કે તેઓ માને છે કે આ ઘટના પછીે યુએસ સેન્ટ્રલ બેંક પહેલા કરતાં વધુ કડક બનશે.
નોમુરાના વિશ્લેષકો માને છે કે યુએસમાં ફુગાવો હજુ પણ સામાન્ય સ્તરથી ઉપર છે. તેમનું કહેવું છે કે આગામી કેટલાક દિવસો દરમિયાન બજારોનું ફોકસ યુએસ સીપીઆઈ ડેટા અને ત્યારબાદ આવતા સપ્તાહે યોજાનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની બેઠક પર રહેશે. તેના અહેવાલમાં લખ્યું છે કે, જ્યારે યુએસ ફેડ દ્વારા આગામી મહિનાઓમાં વ્યાજદરમાં વધારો અટકાવવાની શક્યતા અકબંધ છે, તેની સાથોસાથ યુએસમાં મંદીનું જોખમ યથાવત છે.
જો કે, જો ફેડ હકીકતમાં માર્ચમાં દરમાં વધારા પર વિરામ આપે છે તો એવી આશંકા છે કે યુએસમાં સરળ ઋણ મેળવવાના માર્ગમાં પડકારો વધી શકે છે. યુએસ ફુગાવો ઊંચો છે અને ફેડ તેને આગળ જતાં નીચે લાવવાનું વિચારશે અને આગામી મહિનાઓમાં યુએસ વૃદ્ધિ/નોન-ફાર્મ પેરોલ્સમાં મંદી જોવા મળી રહી છે.
યુએસ ફેડ મોટાભાગે ડેટા પર નિર્ભર રહે છે અને સીપીઆઈ સંબંધિત દબાણને કેવી રીતે હળવું કરવું તે અંગે સંકેતો મેળવવાનો પ્રયાસ કરશે. એફઓએમસી મીટિંગ માટે હજુ પણ સમય છે, અને જો બજાર માને છે કે સિલિકોન વેલી અને સિગ્નેચર બેંક કટોકટી સમાપ્ત થઈ ગઈ છે, તો ફેડ ૨૫ બેસિસ પોઈન્ટ્સ સુધીના દરમાં વધારો કરી શકે છે.
દરમિયાન, ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન, ફેડરલ રિઝર્વ બોર્ડના ચેરમેન જેરોમ પોવેલે એક નિવેદનમાં જણાવાયું છે કે સિલિકોન વેલી રિઝોલ્યુશન પ્રક્રિયા તબક્કાવાર બહાર પાડવામાં આવશે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે. જો કે, ઘણી વધુ બેંકો પર કટોકટીની સંભાવનાને ધ્યાનમાં રાખીને, યુએસ ફેડ આક્રમક દર વધારાના વલણને નરમ કરી શકે છે.