ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે
પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળના ખર્ચની વિગતો જાહેર કરી
Updated: Mar 14th, 2023
ગાંધીનગર, 14 માર્ચ 2023, મંગળવાર
ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની વિગતો સામે આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહેત્સવ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કર્યો હતો. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ પાછળ સરકારે કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.
પ્રશ્નોત્તરીકાળમાં સરકારે વિગત જાહેર કરી હતી
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળમાં સરકારે પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ છેલ્લા બે વર્ષના સમયગાળામાં કર્યો હતો. આ કુલ ખર્ચમાં 55 કરોડનો ખર્ચ તો સજાવટ પાછળ કર્યો હતો. સરકારે વર્ષ 2021માં કુલ 20.56 જ્યારે વર્ષ 2022માં કુલ 36.48 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત વાહન પાછળ કુલ 71 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે અખબાર પત્રોમાં જાહેરાત પાછળ 81.72 લાખનો ખર્ચ કર્યો હતો.
કોરોડનો ખર્ચ છતા પણ પ્રવાસીની સંખ્યા ઘટી
એક તરફ સરકાર પ્રવાસન પાછળ કોરોડો રુપિયાનો ખર્ચ કરી રહી છે જયારે બીજી તરફ કોરોડોનો ખર્ચ કર્યા છતાપણ પ્રવાસીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓએ મહોત્સવની મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાત કરી હતી.