ગોરવા,ફતેપુરા અને પાણીગેટમાં કોરોનાના નવા કેસ
Updated: Mar 14th, 2023
વડોદરા,શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે.આજે શહેરના નવા ત્રણ વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ – અલગ વિસ્તારમાં રહેતા ૨૫૨ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાયા હતા.જે પૈકી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરના ગોરવા, ફતેપુરા અને પાણીગેટ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.કોરોનાની લહેરમાં અત્યારસુધી કુલ ૧,૦૦,૯૨૨ કેસ નોંધાયા છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ગઇકાલની સરખામણીમાં વધીને ૧૨ થઇ ગયા છે.જોકે,એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.જ્યારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૨ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.