Updated: Mar 14th, 2023
નવી મુંબઇ,તા. 14 માર્ચ 2023, મંગળવાર
એક્ટર શાહિદ કપૂરની ફર્જી વેબ સિરીઝ જોઈ હશે. તેના એક સીનમાં શાહિદનો મિત્ર રસ્તાની વચ્ચેથી નકલી નોટો ઉડાવે છે. ભીડ નોટો એકઠી કરે છે અને શાહિદ અને તેનો મિત્ર પોલીસથી બચી જાય છે.
આવો જ એક વીડિયો હરિયાણાના ગુરુગ્રામમાંથી સામે આવ્યો છે. જેમાં સફેદ રંગની કારના ડિક્કીમાંથી નોટો ઉડી રહી છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે એક આરોપીની ઓળખ કરી લીધી છે. અન્ય માટે શોધ ચાલુ છે. કેસ પણ નોંધવામાં આવ્યો છે.
ડીએલએફ ગુરુગ્રામના એસપી વિકાસ કૌશિકે જણાવ્યુ કે, આ યુવકો ફિલ્મના સીનને રિક્રિએટ કરી રહ્યા છે. અમે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપીની ઓળખ કરી છે. બાકીના લોકોને પણ પકડવાના પ્રયાસો ચાલુ છે.