-ડૉકટરોની ટીમે જણાવ્યું કે, માતા અને બાળક બંનેની સ્થિતિ સારી છે.
નવી દિલ્હી,તા. 15 માર્ચ 2023, બુધવાર
કહેવાય છે કે, ડૉક્ટર ભગવાનનું જ રૂપ છે, તેમના હાથમાં છેલ્લે કોઇ પણ વ્યક્તિનો જીવ બચાવવાની હિંમત હોય છે. આવો એક કિસ્સો AIIMSના ડોક્ટરોએ કરી બતાવ્યો છે. ડૉક્ટરોએ મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું હૃદય 90 સેકન્ડમાં ઠીક કરી દીધું છે.
એઈમ્સ દિલ્હીના ડોકટરોની એક ટીમે જણાવ્યું કે, અજાત બાળકનું હૃદય દ્રાક્ષ જેવું ખૂબ નાનું હતું, જેને સફળતાપૂર્વક બલૂન ડિલેટેડ કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ વખત આ આ પ્રકારની પ્રોસેઝર કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ સફળ ઓપરેશન માટે AIIMSના ડૉક્ટરોને અભિનંદન પાઠવતા ટ્વીટ કરતા કહ્યું કે, હું ડોકટરોની ટીમને 90 સેકન્ડમાં દ્રાક્ષ જેટલા કદના એમ્બ્રોયના હૃદય પર સફળતાપૂર્વક ઓપરેશન કરવા બદલ અભિનંદન આપું છું. માતા અને બાળકની સુરક્ષા માટે પ્રાર્થના.
ત્રણ વખત ગર્ભપાત
મળતી માહિતી અનુસાર, 28 વર્ષીય મહિલાનું ભૂતકાળમાં ત્રણ વખત ગર્ભપાત થઈ ચૂક્યો છે. જેના કારણે તે કોઈપણ ભોગે તેનું બાળક ઈચ્છતી હતી. મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યા બાદ ડૉક્ટરોએ બાળકના હૃદયની સ્થિતિ વિશે જણાવ્યું જણાવ્યું કે, બાળકના હૃદયનો વિકાસ બરાબર નથી થઈ રહ્યો. જે બાદ મહિલાએ તેના પતિને સમગ્ર પરિસ્થિતિ જણાવી અને એમ્બ્રોયની પ્રોસેઝર કરાવવાનું નક્કી કર્યું.
આ પ્રક્રિયા પછી, ગર્ભાશયમાં બાળકનો વિકાસ સારો થઈ રહ્યો છે. ડૉકટરોની ટીમે જણાવ્યું કે, માતા અને બાળક બંનેની સ્થિતિ સારી છે.
ડોકટરોએ કહ્યું કે, ગર્ભમાં રહેલા બાળકની સારવાર કરવાથી જન્મ પછી તેનો સામાન્ય વિકાસ થઈ શકે છે. અમે સમય માપ્યો હતો, તે માત્ર 90 સેકન્ડનો હતો. સર્જરી કરનાર ડૉક્ટરે જણાવ્યું કે સર્જરીમાં તેણે માતાના પેટમાંથી બાળકના હૃદયમાં સોય નાખી અને બેલૂન ફેલાવીને પ્રોસેઝર કર્યું.