બીજિંગ, તા. 15 માર્ચ 2023 બુધવાર
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ બુધવારે ચીનના હોતાનમાં 263 કિમી દક્ષિણ-પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો.
હોતાન પશ્ચિમી ચીનનો એક સ્વાયત્ત પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમી ઝિંજિયાંગમાં એક મુખ્ય નખલિસ્તાન શહેર છે. યુએસજીએસે જણાવ્યુ કે ભૂકંપ બુધવારે ચીનના હોતાનમાં 02:32:21 વાગે આવ્યો હતો. તેની ઊંડાઈ 17 કિ.મી હતી. હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે.