બાબા વેંગાએ વર્ષ 2023મા કોઈ ભયાનક કુદરતી આપત્તિઓ આવી શકે તેવી ભવિષ્યવાણી કરી છે.
ધરતીની ભ્રમણકક્ષામાં ફેરફાર થવાના કારણે ભયાનક ભૂકંપ આવશે
Updated: Mar 15th, 2023
add caption |
તા. 15, માર્ચ 2023, બુધવાર
સમગ્ર દુનિયામાં જેની ભવિષ્યવાણીથી લોકો હચમચી જાય છે. તેવા જ બુલ્ગારિયાના મશહુર ભવિષ્યવેતા બાબા વેંગાએ ભારત માટે પણ ડરાવનારી ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગાએ 2023ના વર્ષ માટે અનેક ભવિષ્યવાણી કરી છે જેમાં ભારત માટે પણ એક ડરાવનારી ભવિષ્યવાણી કરી છે, હાલમાં તુર્કી અને સીરિયામાં ભારે ભૂકંપથી તબાહી મચી જવા પામી છે. ત્યારે બાબા વેંગાએ ભારત માટે એક ભવિષ્યવાણી કરી છે, જો તે ભવિષ્યવાણી સાચી પડે તો ભારતમાં મોટી તબાહી મચી જશે.
વર્ષ 2023માં કોઈ ભયાનક કુદરતી આપત્તિઓ આવી શકે છે : ભવિષ્યવેતા બાબા વેંગા
નેધરલેન્ડના એક સંશોધન કર્તાએ ફ્રેંક હુદરબીટ્સે તુર્કી અને સીરિયાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે બાબા વેંગાએ કુદરતી હોનારત આવવાની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ વર્ષ 2023ના વર્ષમાં કોઈ ભયાનક કુદરતી આપત્તિઓ આવી શકે તેવી ભવિષ્યવાણી કરી છે.
ભારત-અફગાનિસ્તાન અને પાકિસ્તાનમાં એક મોટો ભૂકંપનો સામનો કરવો પડશે
ફ્રેંક હુદરબીટ્સે ભારત માટે ભવિષ્યવાણી કરી છે તેમાં તેમનું કહેવુ છે કે ભારત-અફગાનિસ્તાન અને પાકિસ્તાનમાં એક મોટો ભૂકંપનો સામનો કરવો પડશે. બાબા વેંગાએ પણ ભારત સહિત એશિયાના કેટલાક દેશો માટે ભવિષ્યવાણી કરી છે.
ધરતીની ભ્રમણકક્ષામાં ફેરફાર થવાના કારણે ભયાનક ભૂકંપ આવશે
બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીમાં તેમણે કહ્યુ છે કે એશિયાના દેશોમાં પરમાણુ વિસ્ફોટ થશે. તેના કારણે ભારતને ભારે નુકશાન થશે. આ ઉપરાંત બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે એક ભૌગોલિક ઘટના બનશે જેના કારણે ધરતી પર મોટો ફેરફાર થશે. અને આ ઘટનાથી લાખો લોકોના મોત થશે.
2023માં સૌર સુનામી આવવા વિશેની ભવિષ્યવાણી પણ કરી છે
બાબા વેંગાએ દાવો કર્યો છે કે ધરતીની ભ્રમણકક્ષામાં ફેરફાર થવાના કારણે ભયાનક ભૂકંપ આવશે. પરંતુ તેના કારણે ચિંતા એ છે કે આખરે ક્યા દેશમાં ભૂકંપ આવશે? બાબા વેંગાએ 2023માં સૌર સુનામી આવવા વિશેની ભવિષ્યવાણી પણ કરી છે.