આ મામલે આગામી સુનવણી 22મી માર્ચે થશે
પોલીસે પીએમના ઘણા સહયોગીઓને દંડ કર્યો હતો
Updated: Mar 15th, 2023
Image : twitter |
અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર
બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસન પર પાર્ટીગેટ મામલે મુશ્કિલઓ ઓછું થવાનું નામ લેતી નથી. બ્રિટિશ સાંસદ આગામી અઠવાડીયામાં બોરિસ જોનસનને પુછપરછ કરશે કે શું તેણે પાર્ટીગેટના મામલે ખોટી જાણકારી આપી હતી. બીજી તરફ પુછપરછ બાદ જે તપાસ થશે તેનાથી તેમને સાંસદ પદ પણ છીનવાઈ શકે છે.
જો કે બોરિસ જોનસને સંસદમાં ઘણીવાર આ વાતનો ઈન્કાર કર્યો હતો અને કહ્યુ હતુ કે તેમના કર્મચારીઓએ ડાઉનિંગ સ્ટ્રીટમાં ભેગા થઈને કોઈપણ રીતે કોરોના લોકડાઉનના કોઈપણ કાયદાને તોડ્યો ન હતો. આ મામલે પોલીસે એક ગુનાહિત તપાસ બાદ ઘણા સહયોગીઓ પર દંડ લગાવ્યો હતો. આ મામલે જોનસન બ્રિટેનના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા જેણે એક સભામાં કાયદાને તોડતા જોવા મળ્યા હતા.
આગામી સુનવણી 22મી માર્ચે થશે
લોકડાઉનના નિયમ ભંગ અને અન્ય કૌભાંડોના આરોપોથી ઘેરાયેલા બોરિસ જોન્સને જુલાઈ 2022માં વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. સંસદની વિશેષાધિકાર સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોરિસ જોન્સને જાહેરમાં મૌખિક પુરાવા આપવા માટે સમિતિના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. હવે આગામી સુનાવણી 22 માર્ચે થશે.