ચીનમાં વૃદ્ધોની વધતી સંખ્યાનો સામનો કરવા માટે તબક્કાવાર રીતે નિવૃત્તિની વય વધારવા અંગે વિચારણા થઈ રહી છે
શરૂઆતમાં સેવાનિવૃત્તિની વયની નજીક પહોંચનારા લોકોએ અમુક મહિના માટે વધુ કામ કરવું પડી શકે છે
Updated: Mar 15th, 2023
image : Twitter |
ચીનમાં વૃદ્ધોની વધતી સંખ્યાનો સામનો કરવા માટે તબક્કાવાર રીતે નિવૃત્તિની વય વધારવા અંગે વિચારણા થઈ રહી છે. ચીનના સરકારી મીડિયાએ ચીનના માનવ સંસાધન મંત્રાલયના એક વરિષ્ઠ નિષ્ણાતનો હવાલો આપી કહ્યું કે ચીન તેને ત્યાં સેવાનિવૃત્તિની વયને ની ધીમે ધીમે અને દેશમાં વધતી વૃદ્ધોની વસતીનો સામનો કરવા માટે તબક્કાવાર રીતે યોજના બનાવી રહ્યું છે.
ચીન ફ્લેક્સિબલ વિકલ્પ શોધી રહ્યું છે
ચાઈનીઝ એકેડમી ઓફ લેબર એન્ડ સોશિયલ સિક્યોરિટી સાયન્સના અધ્યક્ષ જિન વેઈગેંગે કહ્યું કે ચીન સેવાનિવૃત્તિની વયને વધારવા માટે પ્રગતિશીલ, ફ્લેક્સિબલ વિકલ્પ શોધી રહ્યું છે. તેનો અર્થ એ છે કે શરૂઆતમાં તેમાં અમુક મહિનાનો વધારો થશે અને પછી તેને ધીમે ધીમે આગળ વધારાશે.
હાલ કોઈ નિર્ણય લેવાયો નથી
અહેવાલ અનુસાર શરૂઆતમાં સેવાનિવૃત્તિની વયની નજીક પહોંચનારા લોકોએ અમુક મહિના માટે વધુ કામ કરવું પડશે. તેના પછી સેવાનિવૃત્તિ લેવાની રહેશે. આ પ્રક્રિયામાં યુવાઓને અમુક વર્ષો સુધી વધારે કામ કરવાનું આવશે પણ તેમની પોસ્ટ અને ટ્રાન્સફરનો સમય લાંબો રહેશે. જોકે આ અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.
હાલમાં નિવૃત્તિની વય કેટલી છે?
હાલમાં ચીનમાં પુરુષોની નિવૃત્તિ વય 60, મહિલાઓની 55 અને કારખાનામાં કામ કરતી મહિલાઓની 50 વર્ષ છે. નિવૃત્તિની આ વય દુનિયામાં સૌથી ઓછી છે. ચીનમાં ૧.૪ બિલિયનની વસતી હવે ધીમે ધીમે ઘટતી જઈ રહી છે અને લોકોની સરેરાશ વય સતત વધી રહી છે. યુવાઓની સંખ્યા પણ ઘટી રહી છે.