જાહેર રસ્તા ઉપર થતા ગેરકાયદે બાંધકામ થાય એ સમયે તોડી પાડો
Updated: Mar 15th, 2023
અમદાવાદ,બુધવાર,15 માર્ચ,2023
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પ્રોપર્ટી ટેકસની વધેલી આવક
બતાવી રહેલા ટેકસ વિભાગના અધિકારીઓને ટકોર કરતા આ વર્ષ માટેની નેવુ ટકા વસૂલાત
કરીને બતાવવા આદેશ કર્યો છે.જાહેર રસ્તા ઉપર થતા ગેરકાયદે બાંધકામ થાય એ સમયે જ
તોડી પાડવા એસ્ટેટના અધિકારીઓને તાકીદ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વનટાઈમ સેટલમેન્ટ
સ્કીમ હેઠળ ૩૧ માર્ચ-૨૦૨૩ સુધી જે કરદાતાઓ વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષ સિવાય અગાઉના
વર્ષોનું તેમનુ પ્રોપર્ટીટેકસનું માંગણું શૂન્ય કરે તો વનટાઈમ સેટલમેન્ટ સ્કીમ
હેઠળ વ્યાજની ભરવાપાત્ર રકમમાં સો ટકા વ્યાજમાફી સ્કીમ આપવાની યોજના અમલમાં
મુકવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને અધિકારીઓ સાથેની બેઠકમાં ટેકસ
વિભાગના અધિકારીઓને આડેહાથ લેતા કહયુ,તમે
પ્રોપર્ટીટેકસની આવક વધી હોવાનુ બતાવો છો એ વ્યાજમાફી સ્કીમના કારણે દેખાય
છે.વર્ષ-૨૦૨૨-૨૩ માટે નેવુ ટકા સુધીની ટેકસ વસૂલાત લાવો.જાહેર રસ્તા ઉપર થતા
ગેરકાયદે બાંધકામ થઈ ગયા બાદ ગેરકાયદે બાંધકામને તોડવા એસ્ટેટ વિભાગ પોલીસ
બંદોબસ્તની માંગણી કરે છે એ બાબતને લઈને કડક સુચના આપી કમિશનરે ગેરકાયદે બાંધકામ
થતા દેખાય એ સમયે જ તોડી પાડવા સુચના આપી હતી.મુખ્ય રસ્તાઓ ઉપરની કેચપીટોને લગતી
બાકીની કામગીરી ઝડપથી પુરી કરવા ઈજનેર વિભાગને કમિશનરે તાકીદ કરી હતી.