કંપનીને અંધારામા રાખી પુત્રના નામે તુલસી એસોસીએટ્સ નામની નવી કંપની ખોલી ગેરકાયદેસર કામ કરી લાખોનુ નુકશાન કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ
Updated: Mar 15th, 2023
અમદાવાદ, 15 માર્ચ 2023 બુધવાર
અમદાવાદમાં એક ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સામે છતેરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. જેમા આ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતાં ટી. વિજયન અને તેના દિકરા રીષભ વિજયન સામે કંપનીના નિયમો વિરુદ્ધ કામ કરી 64 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ કંપનીના જનરલ મેનેજરે નોંધાવી છે.
જનરલ મેનેજરે બે સામે છતેરપીંડીની ફરિયાદ નોંધાવી
આરોપી ટી. વિજયને કાવતરાના ભાગરુપે તુલસી એસોસિએટ્સ નામની નવી કંપની ખોલી કંપનીના નામે ઈમેઈલ અને પર્ચેઝ ઓર્ડર ગેરકાયદેસર રીતે માહિતી લીક કરી ફરીથી ખાનગી કંપનીના જેવી પ્રોડેક્ટ અન્ય જગ્યાએથી મેળવી ગ્રાહકોને સસ્તા ભાવે સપ્લાય કરાવી આજ દિન સુધી ફરીથી કંપનીને આશરે પાંચ લાખ રુપિયા જેટલુ નુકસાન કરાવેલ છે. તેમજ આરોપીએ સત્તાનો દુરૂપયોગ કરી કંપનીના રજીસ્ટર્ડ ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી ખોટી રીતે કમિશન પેટે 64 લાખ 89 હજાર 558 રુપિયાનું નુકશાન કરાવેલ છે. જે બાબતે કંપનીના મેનેજર વિરલ દિનેશચંદ્ર મંકોડીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
કંપનીના ડેટા મેળવી બીજી કંપની ઉભી કરી
કંપનીના મેનેજર વિરલ દિનેશચંદ્ર મંકોડીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી ટી. વિજયન ખાનગી કંપનીમાં 28 સપ્ટેમ્બર 2011થી આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી હતા. તે દરમ્યાન તેઓએ કંપનીને અંધારામા રાખી પુત્રના નામે તુલસી એસોસીએટ્સ નામની નવી કંપની ખોલી ગેરકાયદેસર રીતે કંપનીના નામે ઈમેઈલ અને પર્ચેઝ ઓર્ડર મેળવી અન્ય જગ્યાએથી મેળવી ગ્રાહકોને સસ્તા ભાવે સપ્લાય કરાવી આજ દિન સુધી ફરીથી કંપનીને આશરે પાંચ લાખ રુપિયા જેટલુ નુકશાન કરાવેલ છે.
64 લાખ 89 હજારની છેતરપિંડી આચરી
આરોપીએ સત્તાનો દુરૂપયોગ કરી પુત્રના નામે તુલસી એસોસીએટ્સ નામની નવી કંપની ખોલી ગેરકાયદેસર રીતે કંપનીના નામે કંપનીના રજીસ્ટર્ડ ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી ખોટી રીતે કમિશન પેટે 64 લાખ 89 હજાર 558 રુપિયાનું નુકસાન કરાવેલ છે. બોડકદેવ પોલીસ મથકે કંપનીમાં પુર્વ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતાં ટી. વિજયન અને તેના દિકરા રીષભ વિજયન સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે.