અમેરિકન પ્રમુખ જો બાઇડેનની એડવાઇઝરી સબ કમિટીએ ભલામણ કરી
ગ્રેસ પિરિયડ વધારવાની ભલામણ એટલા માટે કરાઇ ે કે જેે કર્મચારીઓની નોકરી ગઇ છે તેમને નવી નોકરી શોધવાની પૂરતી તક મળી રહે ઃ કમિટી
Updated: Mar 15th, 2023
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૫
અમેરિકન પ્રમુખ જો બાઇડનની એડવાઇઝરી સબ કમિટીએ અમેરિકન
સરકારને એચ-૧બી વિઝાધારક કર્મચારીઓ
વર્તમાન ૬૦ દિવસના ગ્રેસ પિરિયડને વધારી ૧૮૦ દિવસ કરવાની ભલામણ કરી છે.
કમિટીએ જણાવ્યું છે કે ગ્રેસ પિરિયડ વધારવાની ભલામણ એટલા
માટે કરવામાં આવી છે કારણકે જે કર્મચારીઓની નોકરી ગઇ છે તેમને નવી નોકરી શોધવાની
પૂરતી તક મળી રહે.
ઉલ્લેખનીય છે કે ગૂગલ,
માઇક્રોસોફટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતરમાં કરાયેલી છટણીને પગલે ભારતીયો
સહિતના અનેક હજારો હાઇલી સ્કીલ્ડ વિદેશી
કર્મચારીઓની નોકરી ગઇ છે.
હાલમાં આ કર્મચારીઓને ૬૦ દિવસના ગ્રેસિંગ પિરિયડમાં નવી
નોકરી શોધવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એશિયન અમેરિકન,
મૂળ હવાઇવાસી અને પ્રશાંત દ્વીપના લોકો સાથે સંકળાયેલા કેસો પર પ્રમુખના
સલાહકાર આયોગના સભ્ય અજય જૈન ભુટોરિયાએ મંગળવારે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન સબ
કમિટીએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન
સર્વિસીસ (યુએસસીઆઇએસ)ને એચ-૧બી વિઝાધારક કર્મચારીઓ વર્તમાન ૬૦ દિવસના ગ્રેસ
પિરિયડને વધારી ૧૮૦ દિવસ કરવાની ભલામણ કરી છે.
એચ-૧બી વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા છે તે અમેરિકન કંપનીઓને
ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે.
અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી
હજારો આઇટી પ્રોેફેશનલોને એચ-૧બી વિઝા પર નોકરી પર રાખે છે.
બીજી તરફ અમેરિકન પ્રમુખના એડવાઇઝરી કમિશને પાંચ વર્ષથી વધુ
સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા લોકોને વર્ક પરમિટ આપવા અંગે ચર્ચા કરી હતી.